IPL- 2018 : એક જ ઓવરમાં 55 રન ફટકારનાર ખેલાડીની હૈદરાબાદમાં એન્ટ્રી

News18 Gujarati
Updated: April 4, 2018, 5:26 PM IST
IPL- 2018 : એક જ ઓવરમાં 55 રન ફટકારનાર ખેલાડીની હૈદરાબાદમાં એન્ટ્રી

  • Share this:
બોલ ટેમ્પરિંગ મામલે એક વર્ષનો પ્રતિબંધ લાગતા ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નર ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનમાંથી પણ બહાર થઇ ગયો છે. સનરાઇઝ હૈદરાબાદની ટીમે વોર્નરના સ્થાને ઇગ્લેન્ડના આક્રમક બેટ્સમેન એલેક્સ હોલ્સનો સમાવેશ કર્યો છે. હૈદરાબાદની ટીમે હોલ્સને એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

હોલ્સ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. હોલ્સ 16 વર્ષની ઉંમરમાં એક જ ઓવરમાં 55 રન ફટકારી ચર્ચામાં આવ્યો હતો. તમને એ જાણીને સવાલ થશે કે એક જ ઓવરમાં કોઇ ખેલાડી કેવી રીતે 55 રન ફટકારી શકે છે. વાસ્તવમાં 2005માં ક્રિકેટ આઇડલ ટી-20 ટુનામેન્ટમાં લોર્ડ્સના મેદાનમાં એલેક્સે આ રન ફટકાર્યા હતા. વાસ્તવમાં આ એક ઓવરમાં ત્રણ નો બોલ પડ્યા હતા. આ ઓવરમાં હોલ્સે આઠ સિક્સ અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. તે સમયે હોલ્સે આગામી પીટરસન કહેવામાં આવતો હતો. રસપ્રદ વાત એ છે કે આ ટુનામેન્ટમાં એલેક્સને ફાસ્ટ બોલર તરીકે ટીમમાં સમાવવામાં આવ્યો હતો.

સનરાઇઝે હોલ્સને રજીસ્ટર્ડ એન્ડ એવલેબલ પ્લેયર પૂલથી તેની બેઝ પ્રાઇઝ એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હોલ્સને વોર્નરના સ્થાને લેવા પાછળનું કારણ એ છે કે તે ઇગ્લેન્ડનો એકમાત્ર પ્લેયર છે જેણે ટી-20 ક્રિકેટમાં સદી ફટકારી છે. 2014માં શ્રીલંકા સામેની ટી-20 મેચમાં હોલ્સે 64 બોલ પર અણનમ 116 રન ફટકાર્યા હતા. જેમાં 11 ચોગ્ગા અને છ સિક્સનો સમાવેશ થાય છે.

હોલ્સના ટી-20 કરિયરની વાત કરવામાં આવે તો તેણે ઇગ્લેન્ડ તરફથી 52 ઇન્ટરનેશનલ ટી-20 મેચ રમી છે જેમાં તેણે 1456 રન બનાવ્યા છે. ટી-20માં તેની સ્ટ્રાઇક રેટ 136ની છે.

 
First published: April 4, 2018, 5:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading