SRH vs KKR: 19 વર્ષના સમદએ પૈટ કમિંસને ઓવરમાં મારી બે સિક્સ, ફેન્સ કરી કહ્યા છે વખાણ

  • Share this:
    નવી દિલ્હી: આઇપીએલ 2021(IPL 2021)ની ત્રીજી મેચ કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 10 રને હરાવ્યું હતું. આ KKRની આઇપીએલમાં 100મી જીત છે. મેચ ભલે KKRએ જીતી હોય પરંતું સન રાઇઝર્સના 19 વર્ષના બેસ્ટમેન અબ્દુલ સમદ(Abdul Samad) દિલ જીતી લીધુ હતું. સમદ સનરાઇઝર્સની ઈનિંગની 19મી ઓવરમાં બેટીંગ કરવા માટે ઉતર્યો હતો. તેણે પૈટ કમિંસની ઓવરમાં બે સિક્સર ફટકારી હતી, તે તેની ટીમને મેચતો ન જીતાડી શક્યો પરંતું તેણે 8 બોલમાં 19 રન કરીને લોકોનું ધ્યાન તેના તરફ ખેચવામાં સફળ રહ્યો હતો.

    કમિંસને આઇપીએલ 2020ની નિલામીમાં કેકેઆરની ટીમે 15.5 કરોડમાં ખરીદ્યો હતો. તે ટેસ્ટ અને ક્રિકેટ દુનિયાનો નંબર 1 ખેલાડી છે. એવામાં તેના બોલ પર 2 સિક્સ મારીને સમદે બતાવી દીધું કે તે કેટલો શક્તિશાળી ખેલાડી છે. આ સિવાય તેણે બુમરાહની સામે 2 અને એનરિક નૉર્ખિયાની સામે 2 અને દિલ્હી કેપીટલ્સના સૌથી વધારે વિકેટ લેનારા બોલર રબાડાની બોલીંગમાં પણ એક સિક્સ ફટકારી ચૂક્યો છે. જમ્મુ કાશ્મીરના આ ખેલાડીની આ બીજી આઇપીએલ છે. અને તે અત્યાર સુધીમાં તેણે 18 અલગ-અલગ બોલરો સામે બેટીંગ કરી ચૂક્યો છે. પરંતુ સિકસર માત્ર 4 બોલરની બોલીંગમાં સિક્સર ફટકારી શક્યો છે. અને તે તમામ ફાસ્ટ બોલરો છે.

    જેમાં તેણે કમિંસ સામે 8 બોલમાં 3 સિક્સ, મુંબઇ ઈન્ડિયન્સના સ્ટાર બોલર બુમરાહના 6 બોલમાં 2 સિક્સ મારી છે. આ સિવાય તેનામાં નોર્ખિયાની સામે 8 અને રબાડા વિરુદ્ધ એક બોલ રમ્યો છે. માત્ર 19 વર્ષની ઉમરમાં દિગ્ગજ ખેલાડીઓની સામે આ રીતે બેટીંગ કરવા માટે તેના વખાણ કરવામાં આવી રહ્યા છે.

    સમદને નીચલા ક્રમપર મોકલવો હૈદરાબાદની મોટી ભૂલ

    સમદ મેચની 19મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો. તે સમયે હૈદરાબાદને 12 બોલમાં જીતવા માટે 38 રનની જરૂર હતી. સનરાઇઝર્સની જીતની શક્યતા ઓછી હતી. પરંતુ સમદે કમિન્સના ત્રણ બોલ અને બે સિક્સર અને બે રનની મદદથી 14 રન બનાવ્યા. કમિન્સની તે ઓવરમાં 16 રન આપ્યા હતા. સનરાઇઝર્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 22 રનની જરૂર હતી. પરંતુ ટીમ ફક્ત 11 રન જ ઉમેરી શકી અને તે વિજયથી 10 રન દૂર રહી. આ પછી, તેઓને સાતમા નંબર પર મોકલવા વિશે પણ સવાલો ઉભા થયા. કારણ કે, જો તેઓને આ મેચમાં વિજય શંકર અને મોહમ્મદ નબીથી ઉપર બેટિંગ કરવા મોકલવામાં આવ્યા હોત, તો પરિણામ અલગ હોત.
    Published by:kuldipsinh barot
    First published: