ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત આ કારણોસર મેચ અટકાવી, જાણો અજીબ કારણ

ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે એક અજીબો ગરીબ કારણથી 30 મિનિટ રોકવી પડી

ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે એક અજીબો ગરીબ કારણથી 30 મિનિટ રોકવી પડી

 • Share this:
  ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે એક અજીબો ગરીબ કારણથી 30 મિનિટ રોકવી પડી હતી. આ ઘટના ભારતની 11મી ઓવરમાં બની હતી. આ સમયે લોકી ફર્ગ્યુશન પોતાની બીજી ઓવર ફેકી રહ્યો હતો. તેણે શિખર ધવનને બોલ નાખ્યો હતો આ બોલ વાઇડ રહ્યો હતો. આ પછી ધવને વધારે પ્રકાશને કારણે બોલ ના દેખાતો હોવાની  ફરિયાદ કરી હતી. જેથી અમ્પાયરે મેચ અટકાવી દીધી હતી. આ સમયે ધવન 29 અને વિરાટ કોહલી 2 રને રમતમાં હતા. ભારતનો સ્કોર 1 વિકેટે 44 રન હતો.

  ધવન બેટિંગ કરતો હતો ત્યારે સુરજનો પ્રકાશ સીધો ધવનની આંખો ઉપર આવતો હતો. જેથી ધવનને બોલ દેખાતો ન હતો. સામાન્ય રીતે મેદાનમાં પિચ ઉત્તર-દક્ષિણ દિશામાં હોય છે જેના કારણે સુરજની રોશનની ફરિયાદ રહેતી નથી. જોકે આ મેદાનમાં પિચ પૂર્વથી પશ્ચિમ તરફ છે. આ કારણે રમત 30 મિનિટ અટકાવી પડી હતી. વધારે પ્રકાશના કારણે મેચ અટકાવી હોય તેવો ક્રિકેટ ઇતિહાસમાં કદાચ પ્રથમ બનાવ હશે.

  આ સમયે ધવન 29 અને વિરાટ કોહલી 2 રને રમતમાં હતા


  આ પણ વાંચો - ધોનીએ તૈયાર કરી ન્યૂઝીલેન્ડને હરાવવાની ‘બ્લૂ પ્રિન્ટ’, આવો હતો પ્લાન

  રમત અટકાવ્યા પછી અમ્પાયર શોન હેગે કહ્યું હતું કે સુરજ સીધો બેટ્સમેનની આંખમાં આવતો હતો. જેથી અમે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મેચને અટકાવવાનો નિર્ણય કર્યો હતો. 14 વર્ષમાં પ્રથમ વખત જોઈ રહ્યો છું કે મેદાનમાં આવી ઘટના બની છે. સારી વાત એ છે કે અમારી પાસે 30 મિનિટ વધારાનો સમય હતો.

  પ્રથમ વન-ડેમાં ન્યૂઝીલેન્ડની ટીમ 38 ઓવરમાં 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે 34.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
  Published by:Ashish Goyal
  First published: