Home /News /sport /

IPL 2022: રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનની પત્ની પર કોમેન્ટ કરવા બદલ ગાવસ્કર ટ્રોલ થયા, કોમેન્ટ્રીમાંથી હટાવવાની માંગ

IPL 2022: રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનની પત્ની પર કોમેન્ટ કરવા બદલ ગાવસ્કર ટ્રોલ થયા, કોમેન્ટ્રીમાંથી હટાવવાની માંગ

સુનિલ ગાવસ્કરે કરી ભદ્દી કમેન્ટ

આઇપીએલ (IPL)ની કોમેન્ટ્રીમાંથી દૂર કરવાની માગ કરી રહ્યા છે. ગાવસ્કરે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (RR vs CSK) વચ્ચે શુક્રવારે રમાયેલી મેચમાં કોમેન્ટ્રી દરમિયાન શિમરોન હેટમાયર અને તેની પત્ની (Shimron Hetmyer’s Wife) વિશે કોમેન્ટ કર્યા બાદ તે ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે.

વધુ જુઓ ...
    ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. તાજેતરનો વિવાદ તેમની કોમેન્ટથી ઉભો થયો છે. તેમના પર ચાહકો ગુસ્સે છે અને તેમને આઇપીએલ (IPL)ની કોમેન્ટ્રીમાંથી દૂર કરવાની માગ કરી રહ્યા છે. ગાવસ્કરે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (RR vs CSK) વચ્ચે શુક્રવારે રમાયેલી મેચમાં કોમેન્ટ્રી દરમિયાન શિમરોન હેટમાયર અને તેની પત્ની (Shimron Hetmyer’s Wife) વિશે કોમેન્ટ કર્યા બાદ તે ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે.

    મેચમાં રાજસ્થાનની ટીમ 151 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરી હતી. આ દરમિયાન ટીમે 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 104 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝના ખેલાડી શિમરોન હેટમાયર અને રવિચંદ્રન અશ્વિન ક્રિઝ પર હાજર હતા. હેટમાયર ક્રીઝ પર આવનારો નવો બેટ્સમેન હતો. રાજસ્થાનને જીતવા માટે 30 બોલમાં 47 રનની જરુર હતી. આ દરમિયાન ગાવસ્કરે હેટમાયરની પત્નીને લઈને મજાકિયા અંદાજમાં બિભત્સ કોમેન્ટ કરી કરી હતી.





    ગાવસ્કરે શું કોમેન્ટ કરી?

    કોમેન્ટ્રી દરમિયાન ગાવસ્કરે કહ્યું, શિમરોન હેટમાયરની પત્નીએ ડિલિવરી કરી છે. શું હવે હેટમાયર રાજસ્થાન માટે ડિલિવરી કરશે? અહી નોંધનીય છે કે, હેટમાયરની પત્નીએ 10 મેના રોજ બાળકને જન્મ આપ્યો હતો. આ મુકાબલા પહેલા હેટમાયર તેના પહેલા બાળકના જન્મ માટે ઘરે પાછો ફર્યો હતો. આ કારણે તે રાજસ્થાન રોયલ્સ માટે મેચ રમી શક્યો નહતો. તેણે સીએસકે સામેની મેચથી વાપસી કરી હતી. ગાવસ્કરે આ જ બાબતને ટાંકીને રાજસ્થાનના હેટમાયર પર કોમેન્ટ કરી હતી, આ કોમેન્ટ ચાહકોને ગમી નહોતી અને સોશિયલ મીડિયા પર તેમને દૂર કરવાની માગ ઉઠી હતી.



    અગાઉ અનુષ્કા શર્મા પર પણ કોમેન્ટ કરી હતી

    આ પહેલા પણ ગાવસ્કર પોતાના નિવેદનના કારણે વિવાદોમાં રહ્યા છે. આઇપીએલ 2020 દરમિયાન ગાવસ્કરે વિરાટ કોહલીની પત્ની અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પર પણ કોમેન્ટ કરી હતી. તેમણે કોહલીના ફોર્મને લઇને કોમેન્ટ કરી હતી અને ત્યારબાદ અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર સુનિલ ગાવસ્કરના નિવેદનોની ટીકા કરતી લાંબી પોસ્ટ લખી હતી. પછી ગાવસ્કરે નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનું કહી પોતાનો બચાવ કર્યો હતો.
    First published:

    Tags: IPL 2022, Shimron hetmyer wife, Sunil gavskar, ક્રિકેટ, સ્પોર્ટસ

    આગામી સમાચાર