ગાવસ્કર ભડક્યા- કોહલીને પેટરનિટી લીવ મળી જ્યારે નટરાજન હજુ તેની દીકરીનો ચહેરો જોઈ શક્યો નથી

ગાવસ્કર ભડક્યા- કોહલીને પેટરનિટી લીવ મળી જ્યારે નટરાજન હજુ તેની દીકરીને જોઈ શક્યો નથી

સુનીલ ગાવસ્કરે ભારતીય ટીમ મેનેજમેન્ટ પર પ્રહાર કર્યો, કહ્યું- આ જ ભારતીય ક્રિકેટ છે. અલગ-અલગ ખેલાડીઓ માટે અલગ-અલગ નિયમ

  • Share this:
    નવી દિલ્હી : વિરાટ કોહલીના (Virat Kohli)પેટરનિટી લીવનું ઉદાહરણ આપતા ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar)ભારતીય ટીમ મેનેજમેન્ટ પર પ્રહાર કર્યો છે. ગાવસ્કરે કહ્યું કે ભારતીય ડ્રેસિંગ રૂમમાં અલગ-અલગ ખેલાડીઓ માટે અલગ-અલગ નિયમ છે. તેમણે કહ્યું કે ભારતીય ટીમનો નવો ખેલાડી ટી નટરાજન પણ આ નિયમો વિશે વિચારી રહ્યો છે. ગાવસ્કરે કહ્યું કે વિરાટ કોહલીને પોતાના પ્રથમ બેબીના જન્મ માટે રજા મળી શકે છે. જોકે આઈપીએલ 2020 દરમિયાન જ પિતા બનેલો નટરાજન હજુ સુધી પોતાની પુત્રીનો ચહેરો જોઈ શક્યો નથી.

    સુનીલ ગાવસ્કરે સ્પોર્ટસ્ટારની કોલમમાં લખ્યું છે કે આઈપીએલ પ્લેઓફ દરમિયાન નટરાજન પ્રથમ વખત પિતા બન્યો હતો. તેને યૂએઇથી સીધો ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવ્યો હતો. તેના શાનદાર પ્રદર્શનને જોતા ટેસ્ટ શ્રેણી સુધી થાય ત્યાં સુધી ઓસ્ટ્રેલિયામાં જ રોકાવવા માટે કહેવામાં આવ્યું છે અને તે પણ ટીમનો ભાગ બનાવીને નહીં પણ નેટ બોલરના રૂપમાં. યોર્કર ફેંકનાર આ ફાસ્ટ બોલરે ટી-20માં શાનદાર શરૂઆત કરી હતી. હાર્દિક પંડ્યાએ પણ ટી-20નો મેન ઓફ ધ શ્રેણીનો એવોર્ડ તેની સાથે શેર કર્યો હતો. જોકે નટરાજન કશું કહી ના શકે કારણ કે તે નવો ખેલાડી છે.

    ગાવસ્કરે કહ્યું કે નટરાજન હવે શ્રેણી પુરી થયા પછી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં જ ઘરે પરત ફરી શકશે. ત્યારે તે પોતાની પુત્રીને પ્રથમ વખત જોઈ શકશે. જ્યારે કેપ્ટન કોહલી પોતાના પ્રથમ બેબીના જન્મ માટે પ્રથમ ટેસ્ટ પછી ભારત પરત ફર્યો છે. વિરાટ કોહલીના સ્થાને આગામી ત્રણ ટેસ્ટમાં અજિંક્ય રહાણે કેપ્ટનશિપ કરશે.

    ગાવસ્કરે અશ્વિન વિશે પણ લખ્યું છે કે લાંબા સમયથી અશ્વિનને સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી નહીં કે તેની બોલિંગમાં ખામી છે પણ ટીમ મિટિંગમાં સાચી સલાહ આપવા પર તેને નુકસાન ઉઠાવવું પડે છે. ગાવસ્કરે પોતાની કોલમના અંતમાં લખ્યું કે આ જ ભારતીય ક્રિકેટ છે. અલગ-અલગ ખેલાડીઓ માટે અલગ-અલગ નિયમ. જો તમે મારા પર વિશ્વાસ નથી કરતા તો અશ્વિન અને નટરાજનને પુછી શકો છો.
    Published by:Ashish Goyal
    First published: