ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર હજું પણ વિરાટ કોહલીને બેસ્ટ કેપ્ટન માનતા નથી. ધ વીકમાં લખેલ સ્પેશ્યલ કોલમમાં ગાવસ્કરે કહ્યું કે, વિરાટ કોહલીને હજું પણ કેપ્ટનના રૂપમાં પોતાને સાબિત કરવાનું બાકી છે. ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું કે, "આવનાર એક વર્ષ ભારતીય ક્રિકેટને બદલીને મૂકી દેશે." ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ વિરાટ કોહલીની કેપ્ટનસીને સાબિત કરશે. જો ટીમ ઈન્ડિયા સિરીઝ જીતી તો ભારતીય ક્રિકેટને વધુ પ્રોત્સાહન મળશે.
સુનિલ ગાવસ્કરે વિરાટ કોહલીની આક્રમકતા અને જશ્ન મનાવવાની રીત પર પણ મહત્વપૂર્ણ ટીપ્પણી કરી. ગાવસ્કરે કહ્યું, "આ વિરાટ કોહલીની કેપ્ટનસીના શરૂઆતના દિવસ છે, તેથી વિકેટ મળ્યા બાદ તે કંઈક વધારે આક્રમક જોવા મળે છે. પરંતુ સમય સાથે તેઓ શાંત થઈ જશે. તેવી જ રીતે હવે તેઓ શતક ફટકાર્યા બાદ શાંત નજરે પડી રહ્યાં છે." તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી પહેલા જ્યારે પણ શતક ફટકાતા હતા તો તેમના મોઢામાંથી અપશબ્દો નિકળતા હતા.
સુનિલ ગાવસ્કરે તે પણ માન્યું કે, 2008માં તેમને ક્યારેય વિચાર્યું પણ નહી હોય કે, વિરાટ કોહલી આટલા મોટા બેટ્સમેન બની જશે. સુનિલ ગાવસ્કરે કહ્યું, હું તે કબૂલ કરવા ઈચ્છું છું કે, વર્ષ 2008માં વિરાટને જોતા એવું લાગ્યું નહતું કે, તે આટલા મોટા બેટ્સમેન બની જશે. આઈપીએલની પ્રથમ સિઝનમાં તેમની બેટિંગમાં ઘણી બધી ખામીઓ હતી. જોકે, હું માનું છું કે, 'આઈપીએલથી તમે બેટ્સમેનની ક્ષમતાનો અનુમાન લગાવી શકતા નથી. હાં તે ચોક્કસ છે કે, પ્રેશરવાળી આઈપીએલ મેચોમાં ખેલાડીઓના સ્વભાવની ખબર પડે છે.'
સુનિલ ગાવસ્કરે વિરાટની કમજોરી પર પણ લખ્યું, 'દરેક ખેલાડીની કમજોરી હોય છે અને વર્ષ 2014માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર તેમની કમજોરી નજરે પડી. ઓફ સ્ટમ્પ બહારની બોલ પર તેમને મુશ્કેલી પડી રહી હતી. મે આ વિશે રવિ શાસ્ત્રી સાથે પણ વાત કરી અને તેમને વિરાટ કોહલીને ક્રિઝની બહાર ઉભા રહેવાનું કહ્યું જેથી બોલનું સ્વિંગ ઓછી થઈ શકે. હવે જ્યારે પણ વિકેટકિપર પાછળ હોય છે તો વિરાટ કોહલી ક્રિઝથી ખુબ જ બહાર ઉભો હોય છે'
સુનિલ ગાવસ્કરે તે પણ લખ્યું કે, પોતાની ફિટનેસના દમ પર વિરાટ કોહલી મોટી-મોટી શતકો ફટકારી શકે છે. સુનિલ ગાવસ્ક અનુસાર, ફિટનેસના કારણે વિરાટ કોહલી શતકને બેવડી સદીમાં સરળતાથી પરિવર્તિત કરી શકે છે. જ્યારે લિમિટેડ ઓવર ક્રિકેટમાં તેઓ સરળતાથી મોટા શતક લગાવે છે. તેઓ ના પોતાના રન અને પોતાના પાર્ટનર માટે પણ ફાસ્ટ રન દોડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર