ચોથા સ્થાને માટે ઐયર હકદાર, પંત ફિનિશર તરીકે શાનદાર : ગાવસ્કર

ચોથા સ્થાને માટે ઐયર હકદાર, પંત ફિનિશર તરીકે શાનદાર : ગાવસ્કર
ચોથા સ્થાને માટે ઐયર હકદાર, પંત ફિનિશર તરીકે શાનદાર : ગાવસ્કર

ગાવસ્કરનું માનવું છે કે શ્રેયસ ઐયરને ભારતના મિડલ ઓર્ડરમાં સ્થાયી સ્થાન મળવું જોઈએ

 • Share this:
  ભારતીય ક્રિકેટ ટીમમાં ચોથા નંબરને લઈને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી એકબીજા કરતા અલગ-અલગ મત વ્યક્ત કરી રહ્યા છે. ગાવસ્કર ચોથા નંબર માટે રિષભ પંતને સમર્થન આપવાના કોહલીના વલણથી સહમત નથી. ગાવસ્કરના મતે શ્રેયસ ઐયર વન-ડે ક્રિકેટમાં પંતની સરખામણીએ ચોથા નંબર માટે વધારે બેસ્ટ વિકલ્પ છે.

  ગાવસ્કરનું માનવું છે કે શ્રેયસ ઐયરને ભારતના મિડલ ઓર્ડરમાં સ્થાયી સ્થાન મળવું જોઈએ. એક વર્ષ પછી ભારતીય ટીમમાં સ્થાન બનાવનાર ઐયરે રવિવારે પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડેમાં 71 રન બનાવ્યા હતા. ઐયર ભારતીય ટીમમાં ચોથા સ્થાને માટે દાવેદાર છે પણ ટીમ મેનજમેન્ટ હાલ 50 ઓવરના ફોર્મેટમાં વિકેટકીપર બેટ્સમેન પંતને તક આપી રહ્યું છે.  આ પણ વાંચો - વિરાટ કોહલીએ કેમ કર્યા આક્રમક ઇશારા, કોણ હતું નિશાન પર

  ગાવસ્કરે ‘સોની ટેન’ ચેનલમાં કહ્યું હતું કે મારા મતે પંત મહેન્દ્ર સિંહ ધોનીની જેમ પાંચમાં કે છઠ્ઠા સ્થાન ઉપર ફિનિશરના રુપમાં બેસ્ટ છે કારણ કે તે પોતાની સ્વાભાવિક રમત બતાવી શકે છે. ગાવસ્કરે કહ્યું હતું કે વિરાટ કોહલી, ધવન અને રોહિત શર્મા જો ભારતને સારી શરુઆત અપાવે અને 40-45 ઓવર સુધી બેટિંગ કરે તો પંત ચોથા નંબરે ઠીક છે પણ 30-35 ઓવર સમયે બેટિંગ આવે તો મને લાગે છે ઐયર ચોથા સ્થાને અને પંત પાંચમાં સ્થાને રહેવો જોઈએ.

  ગાવસ્કરનું માનવું છે કે શ્રેયસ ઐયરને ભારતના મિડલ ઓર્ડરમાં સ્થાયી સ્થાન મળવું જોઈએ


  ગાવસ્કરે કહ્યું હતું કે ઐયરે તકનો ફાયદો ઉઠાવ્યો છે. તે પાંચમાં નંબરે ઉતર્યો અને તેની પાસે ઘણી ઓવરો હતી. કેપ્ટન વિરાટ કોહલી તેની સાથે રમી રહ્યો હતો. આનાથી વધારે શાનદાર કશું જ ના હોય કારણ કે કેપ્ટન તમારી ઉપર દબાણ ઓછું કરે છે.

  ગાવસ્કરે કહ્યું હતું કે ઐયરને વન-ડેમાં વધારે તક આપવી જોઈએ. મને લાગે છે કે આટલી સારી લયમાં હોવા છતા તેને મિડલ ઓર્ડરમાં સ્થાન બનાવવામાં મદદ ન મળે તો ખબર નથી કે કોને મળશે.
  First published:August 12, 2019, 17:52 pm