HBD Sunil Chhetri: કોચે કહ્યું હતું કે ટીમમાં રહેવાને લાયક નથી, આજે માત્ર રોનાલ્ડો-મેસ્સીથી પાછળ

તસવીર- સુનીલ છેત્રી ઈન્સ્ટાગ્રામ

આજે ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી (Sunil Chhetri Birthday)નો જન્મદિવસ છે. 3 ઓગસ્ટ, 1984ના રોજ તેલંગણામાં જન્મેલા સુનીલ છેત્રી આજે 37 વર્ષના થઇ ગયા છે. સુનીલ છેત્રીએ પોતાના કરીયરમાં ઘણા સફળતાના શિખરો સર કર્યા છે.

  • Share this:
નવી દિલ્લી:  આજે ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી (Sunil Chhetri Birthday)નો જન્મદિવસ છે. 3 ઓગસ્ટ, 1984ના રોજ તેલંગણામાં જન્મેલા સુનીલ છેત્રી આજે 37 વર્ષના થઇ ગયા છે. સુનીલ છેત્રીએ પોતાના કરીયરમાં ઘણા સફળતાના શિખરો સર કર્યા છે. તેઓ ભારત માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. 2007માં પાકિસ્તાન સામે પોતાના ઈન્ટરનેશનલ કરિયર (Sunil Chhetri Career)ની શરૂઆત કરનાર સુનીલ છેત્રીને પોતાના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવો જોવા મળ્યા છે. આજે ભલે તેઓ ભારતીય ફૂટબોલના સ્ટાર છે, પરંતુ એક સમય એવો પણ હતો, જ્યારે છેત્રીને ટીમના કોચે અસફળ ખેલાડી કહી દીધો હતો. તો આવો જાણીએ ફૂટબોલ ટીમના કેપ્ટન વિશે પાંચ વાતો.

1. સુનીલ છેત્રી પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં 118 મેચમાં 74 ગોલ કરી ચૂક્યા છે. તેમની પ્રતિ મેચ ગોલ એવરેજ 0.63 છે, જે રોનાલ્ડો અને મેસ્સીથી પણ સારી છે. રોનાલ્ડોની પ્રતિ મેચ ગોલ એવરેજ 0.61 છે, જ્યારે મેસ્સી આર્જેન્ટિના માટે પ્રતિ મેચ 0.5 ગોલ કરે છે. જોકે હાલના ખેલાડીઓમાં સૌથી વધુ ઈન્ટરનેશનલ ગોલના મામલે રોનાલ્ડો 109 ગોલની સાથે પ્રથમ નંબર પર છે. યૂએઇના અલી મબખાઉત અને લિયોનેલ મેસ્સી 76 ગોલની સાથે બીજા અને સુનીલ છેત્રી ત્રીજા નંબર પર છે.

2. સુનીલ છેત્રીને આ રમત વારસામાં મળી છે. તેમની માતા સુશીલા છેત્રી અને તેમની બે જોડકી બહેનો ઇન્ટરનેશનલ ફૂટબોલર રહી ચૂકી છે. સુનીલ છેત્રીની માતા અને તેમની બહેન નેપાલ નેશનલ ફૂટબોલ ટીમની સદસ્ય રહી ચૂકી છે.

આ પણ વાંચો: ટોક્યો ઓલિમ્પિક 2020: હૉકીમાં બેલ્જિયમ સામે હાર, મેડલની આશા જીવંત

3. સુનીલ છેત્રી જ્યારે વર્ષ 2012માં પોર્ટુગલના ક્લબ સ્પોર્ટિંગ લિસ્બન સાથે જોડાયા હતા, ત્યારે તે ટીમના હેડ કોચે તેમની ખૂબ બદનામી કરી હતી. સુનીલ છેત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, કોચે તેમની આવડત પર સવાલ ઉઠાવતા તેમને એ ટીમમાંથી બી ટીમમાં મોકલવાની વાત કરી હતી. સુનીલ છેત્રી 9 મહીના સુધી ક્લબમાં જોડાયેલા રહ્યા, જેમાં તેમને માત્ર 5 મેચ રમવાનો અવસર મળ્યો હતો. છેત્રી અમેરિકાના કન્સાસ સિટી વિઝાર્ડ્સ સાથે પણ 2010માં જોડાયા હતા. જોકે એક વર્ષમાં જ તેઓ ભારત પરત ફર્યા હતા.

4. સુનિલ છેત્રી ભારત માટે 50 ગોલ કરનાર પહેલા ખેલાડી બન્યા અને તેઓ 6 વખત ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીતી ચૂક્યા છે. સુનીલ છેત્રીએ વર્ષ 2007માં સૌથી પહેલા આ સન્માન મેળવ્યું. ત્યાર બાદ 2011,2013,2014,2017 અને 2018-19માં તેઓ ફરીથી પ્લેયર ઓફ ધ યર બન્યા.

આ પણ વાંચો: IPL 2021માં રમશે ઈંગ્લેન્ડના ખેલાડીઓ, બાંગ્લાદેશ પ્રવાસ રદ કરશે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ

5. સુનીલ છેત્રીના પિતા આર્મીમાં હતા, તેથી તેઓ દેશના ઘણા વિસ્તારોમાં રહ્યા છે. સુનીલે ગંગટોકમાં શાળાકિય અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેણે દિલ્હીની આર્મી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો. 12મા ધોરણ બાદ તેમણે અભ્યાસ છોડી દીધો, કારણ કે તે બાદ તેમનું ફૂટબોલ કરિયર ચમકી ગયું હતું.
Published by:kuldipsinh barot
First published: