ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટને દેશવાસીઓને કરી ભાવૂક અપિલ, કોહલીનો મળ્યો સાથ

News18 Gujarati
Updated: June 3, 2018, 11:49 AM IST
ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટને દેશવાસીઓને કરી ભાવૂક અપિલ, કોહલીનો મળ્યો સાથ

  • Share this:
ભારતના શાનદાર ફુટબોલરમાંથી એક ફુટબોલર શુમાર સુનિલ છેત્રીએ લિયોનેલ મેસ્સી, નેમાર અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રશંસકોને ભાવૂક અપિલ કરી છે. છેત્રીએ અપિલ કરતાં કહ્યું કે, તમે અમને ગાળો આપો, અમારી ટીકા કરો પરંતુ ભારતીય ફુટબોલ ટીમને જોવા માટે સ્ટેડિયમમાં આવો. ફુટબોલ વિશ્વકપ શરૂ થવામાં માત્ર બે અઠવાડિયા બાકી છે અને પ્રસારક ફુટબોલપ્રેમીઓને હેશટેગ દ્વારા બીજા દેશ પ્રત્યે પોતાનું પ્રેમ જાહેર કરવાની અપિલ કરી કરી રહ્યાં છે. એવામાં ભારત માટે સૌથી વધારે ગોલ કરનાર છેત્રીએ પોતાના દેશવાસીઓને સપોર્ટ કરવા માટે આગ્રહ કર્યો છે. સુનિલ છેત્રીને સપોર્ટ કરતાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો.


આ વીડિયોમાં વિરાટ કોહલીએ લોકોને ફુટબોલ જોવાની વિનંતી કરી હતી. વિરાટે કહ્યું કે, તેઓ દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે અને એવામાં ફેન્સને તેમનું સમર્થન કરવું જોઈએ. તેમને લોકોને સ્ટેડિયમમાં જઈને ટીમને ચિયર્સઅપ કરવાનું પણ સલાહ આપી છે.ભારતીય ટીમ હાલમાં જ ફિફા રેન્કિંગમાં 97માં સ્થાન પર પહોંચી ગઈ છે. ભારતે શુક્રવારે ચાર દેશોની ટૂર્નામેન્ટની પહેલી મેચમાં ચીની તાઈપેને 5.0થી માત આપી હતી પરંતુ આ મેચને જોવા માટે 2000 જેટલા લોકો માંડ પહોંચ્યા હતા. ભારતીય કેપ્ટને આંતરાષ્ટ્રીય કારકિર્દીમાં ત્રીજી વખત હેટ્રિક લગાવી છે. છેત્રીએ કહ્યું કે, મોટા યૂરોપિયન પ્રશંસકોને હું એટલું જ કહીશ કે, ઘણી વખત તમને લાગતું હશે કે, અમારૂ સ્તર એટલું ઉંચુ નથી તો આપણો સમય કેમ ખરાબ કરીએ, હું માનું છું કે અમે તેમના જેવું રમી શકતા નથી પરંતુ અમારી કોશિશથી તમારા સમયને ખરાબ થવા દઈશું નહી.

 
First published: June 3, 2018
વધુ વાંચો
अगली ख़बर