નાઓમી ઓસાકા: જેને ક્ચારેક લોકો ટોણા મારતા એ છોકરી કેવી રીતે ટેનિસ સ્ટાર બની?

નાઓમી સતત બે ગ્રાન્ડ સ્લેમ જીતનારી યુવા ખેલાડી બની છે.

16 ઑક્ટોબર, 1997માં જાપાનના ઓસાકા શહેરમાં જન્મેલી નાઓમી જાપાન વતી ટેનિસ રમે છે, તેમ છતાં તેને જાપાનીઝ બોલતા નતી આવડતી

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: જાપાનની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ ચેક રિપબ્લિકની પેત્રા ક્વિતોવાને ઑસ્ટ્રેલિય ઑપનની મહિલા શ્રેણીની ફાઇનલમાં ત્રણેય સેટમાં હરાવીની જીત મેળવી હતી. આ જીતની સાથે નાઓમી ટેનિસની પુરૂષ અને મહિલા શ્રેણીની નંબર 1 ખેલાડી બની ગઈ છે.

  બહુ ઓછા લોકો જાણતા હશે કે નાઓમીની માતા જાપાની છે, પરંતુ તેના પિતા હૈતી ટાપુના વતની છે. નાઓમી જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે તેના માતાપિતા ન્યૂયોર્કમાં શિફ્ટ થઈ ગયા હતા. અલગ અલગ દેશના માતાપિતા હોવાના કારણે નાઓમીને કરિયરના શરૂઆતના દિવસોમાં ખૂબજ તકલીફો પડી હતી. લોકો તેને ટોણાં મારતા હતા પરતુ તેણે દુનિયાની પરવાહ ન કરી અને રમત પર જ ધ્યાન આપ્યું. નાઓમી આજકાલ અમેરિકાના ફ્લોરિડામાં વસે છે અને રમતમાં જાપાનનું પ્રતિનિધિત્વ કરે છે.

  વર્ષ 2013માં ઓસાકાએ પ્રોફેશનલી ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. તેની લંબાઈ 180 સેન્ટિમીટર છે, જેના લીધે અને તેના જોદાર ફોરહેન્ડના કારણે તે ભવિષ્યની સ્ટાર બનશે તેવી આગાહી થઈ ગઈ હતી. વર્ષ 2016માં રમાયેલ યુએસ ઓપનમાં તેની સર્વિસની ઝડપ 20.1 કિલોમિટર પ્રતિ કલાકની હતી. વર્ષ 2014માં તેને વુમન ટેનિસ એસોસિએશન ચેમ્પિયનશીપ ટુર માટે પસંદ કરવામાં આવી હતી. આ ટુનાર્મેન્ટમાં તેણે વિશ્વની 19માં નંબરની ખેલાડી અને 2011ની યુએસ ઓપન ચેમ્પિયન સમાન્થા સ્તોસુને હરાવીને અપસેટ સર્જ્યો હતો. ત્યારબાદ તેણે ટેનિસની રમતમાં પાછુ ફરીને જોયું નથી.

  16 ઑક્ટોબર 1997ના રોજ જાપાનના ઓસાકા શહેરમાં જન્મેલી નાઓમી રમતમાં જાપાનનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ તે જાપાનીઝ ભાષા બોલી શકતી નથી. આસોકાની એક મોટી બહેન પણ ટેનિસ પ્લેયર છે. ઓસાકાની ગણતરી જાપાનમાં સેરેના-વિનસ વિલિયમ્સની જેમ થાય છે.


  ઑસ્ટ્રેલિયન ઑપન પહેલાં ઓસાકાએ અમેરિકા ઓપનની ફાઇનલમાં સેરેના વિલિયમ્સને હરાવી ત્યારે પ્રેક્ષકોની સતામણીના કારણે તે રડી પડી હતી. ઓસાકાએ ઑસ્ટ્રેલિયન ઑપન જીતીને કારકીર્દીનો બીજો મોટો ખીતાબ જીત્યો છે.

  ઓસાકા 26મી જાન્યુઆરીએ જીતી ત્યારે તેની આંખોમાં આંસુ હતા કારણ કે માર્ટીના હિગીસ બાદ સતત બે ગ્રાન્ડ સ્લેમ જીતનારી તે પ્રથમ યુવા ખેલાડી બની ગઈ હતી.
  Published by:Jay Mishra
  First published: