એક દાયકા જૂનો રેકોર્ડ તોડી સૌરાષ્ટ્રનો રણજીની સેમીફાઇનલમાં પ્રવેશ

News18 Gujarati
Updated: January 21, 2019, 7:42 AM IST
એક દાયકા જૂનો રેકોર્ડ તોડી સૌરાષ્ટ્રનો રણજીની સેમીફાઇનલમાં પ્રવેશ
ચેતેશ્વર પુજારાની ફાઈલ તસવીર

સૌરાષ્ટ્રના બેટ્સમેન હાર્વિક દેસાઈએ કરિયરની પહેલી સેન્ચ્યુરી ફટકારી, પુજારા સહિત ત્રણ બેટ્સમેને ફિફ્ટી મારી. શનિવારે સૌરાષ્ટ્રે ઉત્તર પ્રદેશને છ વિકેટે હરાવી નવા રેકોર્ડ સાથે રણજીમાં પ્રવેશ કર્યો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: સૌરાષ્ટ્રના બેટ્સમેન હાર્વિક દેસાઈના કરિયરની પ્રથમ સેનચ્યુરી અને ચેતેશ્વર પુજારા સહિત ત્રણ બેટ્સમેનની ફિફ્ટીની મદદથી સૌરાષ્ટ્રે શનિવારે રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશને હરાવી નવા રેકોર્ડ સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.આ મેચમાં સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીની બીજી ઇનિંગમાં હાઇએસ્ટ રન ચેઝનો રેકોર્ડ તોડ્યો હતો. સૌરાષ્ટ્રે ઉત્તર પ્રદેશે આપેલું 372 રનનું લક્ષ્યાંક હાસલ કરી જીત મેળવી હતી.

સૌરાષ્ટ્ર પ્રથમ ઇનિંગમાં 177 રનથી પાછળ રહ્યું હતું પરંતુ બીજી ઇનિંગમાં ધમાકેદાર પુનરાગમન કર્યું હતું. સૌરાષ્ટ્રની ધારદાર બૉલિંગના કારણે ઉત્તર પ્રદેશ બીજી ઇનિંગમાં માત્ર 194 રનમાં પેવેલિયન ભેગું થઈ ગયું હતું. સૌરાષ્ટ્રને બીજી ઇનિંગમાં 372 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રે આક્રમક બેટિંગ કરીને છેલ્લા દિવસે બીજા સત્રમાં જીત મેળવી હતી.

સૌરાષ્ટ્રની આ શાનદાર જીત બાદ ટીમ ઇન્ડિયાના બૉલર અને સૌરાષ્ટ્રના ફાસ્ટ બૉલર જયદવે ઉનડકટે ઇનસ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. જયદેવ ઉનડકટે લખ્યું હતું કે અમે રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી મોટો પડકાર ઝીલીને તેને સર કર્યો છે. જયદેવ લખ્યું હતું કે 'ધ જોશ ઈઝ હાઈ સર'

 
સૌરાષ્ટ્ર વતી હાર્વિક દેસાઈ (116) સ્નેહલ પટેલ (72) વચ્ચે પ્રથમ વિકેટીની 132 રનની ભાગીદારી નોંધાઈ હતી. ચેતેશ્વર પુજારાના નોટ આઉટ 67 અને શેલ્ડન જેક્સનના નોટ આઉટ 73 રનની મદદથી સૌરાષ્ટ્રે 372 રનનું લક્ષ્ય હાસલ કર્યુ હતું.

રણજી ટ્રોફીના ઈતિહાસમાં અગાઉ આસામે સેનાની વિરુદ્ધ રમતા વર્ષ 2008માં દિલ્હીમાં ચાર વિકેટના નુકસાને 371 રન નોંધાવ્યા હતા. હવે સેમિફાઇનલમાં સૌરાષ્ટ્રનો મુકાબલો વિદર્ભ સાથે થશે.
First published: January 20, 2019, 6:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading