સ્ટુઅર્ટ બિન્નીએ લીધો ક્રિકેટમાંથી સંન્યાસ, વન-ડેમાં તેનો આ રેકોર્ડ હજી પણ નથી તૂટ્યો

તસવીર- Stuart Binny 84

ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્ની (Stuart Binny)એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સોમનારે સન્યાસ (stuart Binny retirement) લેવાની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટર રોજર બિન્નીનો (Roger Binny)પુત્ર સ્ટુઅર્ટ ભારત માટે 6 ટેસ્ટ અને 14 વન-ડે અને 3 ટી-20 મેચ રમ્યો છે.

 • Share this:
  નવી દિલ્લી: ભારતીય ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્ની(Stuart Binny)એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સોમવારે સંન્યાસ (stuart Binny retirement) લેવાની જાહેરાત કરી છે. 37 વર્ષનો બિન્ની ઘણાં લાબા સમયથી ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. વર્ષ 2016 બાદ તેણે એક પણ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. જોકે તે ઘરેલૂ ક્રિકેટમાં તેણે વાપસી કરવાનો પ્રયત્ન કર્યો હતો. 14 વન-ડે (oneday Match) અને 3 ટી-20 મેચ (T-20 Match) રમી છે.

  તેણે વન-ડે ક્રિકેટમાં ભારતની તરફથી સર્વશ્રેષ્ટ બોલિંગનો રેકોર્ડ તેના નામે છે. 2014મા બાંગ્લાદેશ સામેની મેચમાં તેણે મત્ર 4 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેનો આ રેકોર્ડ અત્યાર સુધીમાં કોઈ પણ ભારતીય બોલર તોડી શક્યો નથી.

  બિન્નીનીએ તેના કરિયરમાં (stuart binny career) નામે ટેસ્ટ ક્રિકેટમાં 194 રન અને 3 વિકેટ, વનડેમાં 230 રન અને 20 વિકેટ જ્યારે ટી-20માં 35 રન અને 1 વિકેટ છે. બિન્નીએ 95 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 4796 રન અને 148 વિકેટ લીધી છે. જ્યારે 100 લિસ્ટ એમેચોમાં 1788 રન બનાવાની સાથે જ 99 વિકેટ પણ લીધી છે. બિન્નીએ અંતિમ વાર મેદાનમાં આ વર્ષના અંતમાં ઉતર્યો હતો. તેની 100મી ફર્સ્ટ ક્લાસ મેચ તેના કરિયારની અંતિમ મેચ હતી. તેની અંતિમ મેચમાં તેણે નોટ આઉટ રહીને 55 રન બનાવ્યા હતા.

  પિતા જેવો જ પ્લેયર સ્ટુઅર્ટ

  સ્ટુઅર્ટ બિન્ની તેના પિતાની જેમ લોઅર મિડલ ઓર્ડરમાં હાર્ડ હિટિંગ બેટ્સમેન અને મધ્યમ ગતિના સ્વિંગ અને સીમ બોલર હતો. શરૂઆતના તબક્કામાં બિન્ની કર્ણાટકની ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. આ પછી 2007માં તેણે ઇન્ડિયન ક્રિકેટ લીગ માટે સાઇન કર્યું. તે હૈદરાબાદ હીરોઝ અને ઇન્ડિયા ઇલેવન તરફથી રમ્યો હતો.

  આ પણ વાંચો: Tokyo Paralympics: અવનિ લેખરાએ જીત્યો ગોલ્ડ, રચ્યો ઇતિહાસ

  રિજેક્ટ થયેલી ટુર્નામેન્ટમાં બે સીઝન રમ્યા બાદ, બિન્નીએ BCCIની માફીની ઓફર સ્વીકારી અને લીગ છોડી દીધી. આ પછી તે કર્ણાટકની ટીમમાં પાછો ફર્યો અને પોતાને ટીમના મહત્વના સભ્ય તરીકે સ્થાપિત કર્યો. તેણે ટીમ માટે મુશ્કેલ સમયમાં રન બનાવ્યા અને મોટી ભાગીદારી કરી. 2013માં તેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય A ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો અને અહીં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનનો પર ઈનામ પણ આપવામાં આવ્યું હતું. આવતા વર્ષે ભારત માટે તેની વનડે ડેબ્યુ કરવાની તકના રૂપમાં આવ્યો હતો.
  Published by:kuldipsinh barot
  First published: