શેન વોર્ને કરી ભવિષ્યવાણી આઇપીએલ સિઝન -11માં કઇ ટીમ બનશે ચેમ્પિયન

News18 Gujarati
Updated: May 27, 2018, 3:30 PM IST
શેન વોર્ને કરી ભવિષ્યવાણી આઇપીએલ સિઝન -11માં કઇ ટીમ બનશે ચેમ્પિયન
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી સિઝનમાં ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે. મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી સિઝનમાં ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે. મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

  • Share this:
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી સિઝનમાં ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે. મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા શેન વોર્ને આઇપીએલ 2018ની પોતાની અલગ ઓલ સ્ટાર ટીમ પસંદ કરી છે. આ ઉપરાંત તેમણે ભવિષ્યવાણી કરી છે કે કઇ ટીમ ચેમ્પિયન બનશે.

શેન વોર્ને ટ્વિટ કરીને કહ્યું છે કે મને લાગે છે કે ચેન્નાઇ સુપર કિંગ્સ જીતશે. આ ઉપરાંત તેમણે પોતાની ઓલ સ્ટાર ટીમમાં જોસ બટલર, રાહુલ ત્રિપાઠી, વિરાટ કોહલી, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા, આંદ્રે રસેલ, રાશિદ ખાન, એડ્યુ ટાઇ, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહને પસંદ કર્યા છે. ત્યારબાદ શેન વોર્ને બંને ટીમોને પોતાની જીત માટે બેટ્સ લક કહ્યું છે.જાણો કયો ખેલાડી કઇ ટીમમાંથી છે

જોસ બટલર (રાજસ્થાન રોયલ્સ)
રાહુલ ત્રિપાઠી (રાજસ્થાન રોયલ્સ)
વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)
રિષભ પંત (દિલ્હી ડેરડેવિલ્સ)
મહેન્દ્ર સિંહ ધોની (ચેન્નાઇ સુપરકિંગ્સ)
હાર્દિક પંડ્યા (મુંબઇ ઇન્ડિયન્સ)
આંદ્રે રસેલ (કોલકત્તા નાઇટ રાઇડર્સ)
રાશિદ ખાન (સનરાઇઝર્સ હૈદરાબાદ)
એડ્યુ ટાઇ (કિંગ્સ ઇલેવન પંજાબ)
કુલદિપ યાદવ (કોલકત્તા નાઇટ રાઇડર્સ)
જસપ્રતિ બુમરાહ (મુંબઇ ઇન્ડિયન્સ)
First published: May 27, 2018, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading