ટીમ ઇન્ડિયા(Team India)માં જે એક ખેલાડીની હાલના સમયમાં સૌથી વધારે ચર્ચા છે તે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant)છે. ચોથા નંબર ઉપર તેની અસફળતાને લઈને બધા વાતો કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના કોચ અને કેપ્ટન પણ પંતને પ્રદર્શન સુધારવાની ચેતવણી આપી ચૂક્યા છે. જોકે ટીમ ઇન્ડિયાનો પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહ (Yuvraj Singh)પંતને લઈને સતત કરવામાં આવેલા નિવેદનોથી ખુશ નથી. યુવરાજે ભારતીય ટીમ ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે ભારતીય ટીમે ઋષભ પંત ઉપર વધારે દબાણ બનાવવાની જરુર નથી.
ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે (Yuvraj Singh) કહ્યું છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટે પંતના વિચારવાની રીતને સમજવી જોઈએ અને આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવવા માટે તેની સાથે કામ કરવું જોઈએ. દક્ષિણ આફ્રિકામાં હાલમાં જ પુરી થયેલી ત્રણ મેચોની ટી-20 શ્રેણીમાં પંત ફક્ત 23 રન બનાવી શક્યો હતો. પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. જ્યારે મોહાલીમાં 4 અને બેંગલુરુમાં 19 રનની ઇનિંગ્સ રમી હતી. બંને મેચમાં વિરાટે ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી.
ધોની જેવા ખેલાડી એક દિવસમાં બને નહીં
યુવરાજ સિંહે કહ્યું હતું કે મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)જેવા ખેલાડી એક દિવસમાં બને નહીં. તે માટે વર્ષોનો સમય લાગે છે. ટી-20 વર્લ્ડ કપ શરુ થવામાં લગભગ એક વર્ષનો સમય બાકી છે. જેથી હજુ ઘણો સમય છે. યુવરાજે ટીમ મેનેજમેન્ટને સલાહ આપી છે કે જો તમે પંત ઉપર દબાણ બનાવશો તો ક્યારેય તેની પાસે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવી શકશો નહીં. તેને ઘણી તકો મળી છે પણ તમે તેને રમાડશો તો જ પરિણામ સામે આવશે.
કોચ કેપ્ટને નજર રાખવાની જરુર
યુવરાજ સિંહે એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પંતમાં ઘણી પ્રતિભા છે. જોકે કોચ અને કેપ્ટને તેના ઉપર નજર રાખવાની જરુર છે. ટીમ મેનેજમેન્ટે પંતને લઈને મીડિયામાં નિવેદન કરવાનું બંધ કરવું પડશે. પંત પાસે મેચ જીતાડવાની ક્ષમતા છે. આવામાં ખેલાડીઓની માનસિકતાને સમજવાની જરુર છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર