ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે સ્વીકાર કર્યો છે કે, હું દક્ષિણ આફ્રિકામાં બોલ સાથે ચેડા કરવાનો વિવાદ બાદ ચાર દિવસ સુધી રડતો રહ્યો અને બાળકોને પણ કહ્યું કે, લાગણીઓ જાહેર કરવામાં કોઈ જ ખરાબી નથી. સ્મિથ અને ડેવિડ વોર્નર પર તે ઘટના પછી એક વર્ષ અને કેમેરન બેનક્રોફ્ટ પર 09 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે.
આ સજા હેઠળ તેને સામાજિક કાર્ય કરીને સેવા પણ કરવાની હતી. સ્મિથે સોમવારે એક શાળામાં માનસિક સ્વાસ્થ્ય માટે કામ કરી રહેલ ચેરીટી કાર્યક્રમમાં ભાગ લીધો છે. તેમને બાળકોને કહ્યું, ઈમાનદારીથી કહું તો હું ચાર દિવસ સુધી રડતો રહ્યો. હું માનસિક રૂપે સંઘર્ષ કરી રહ્યો હતો અને આ સૌથી કઠિન સમય હતો. સ્મિથે કહ્યું કે, તે નશીબદાર છે કે, તેને પરિવાર અને મિત્રોનો સાથ મળ્યો અને તેઓ બાળકોને સંદેશ આપવા ઈચ્છે છે કે, લાગણીઓ જાહેર કરવામા કંઈ ખોટું નથી.
બોલ ટેમ્પરિંગ વિવાદ પછી સ્ટીવ સ્મિથે આ પ્રકરણની બધી જવાબદારી લેતા કહ્યું કે, આનાથી તેમની કારકિર્દી પર દાગ લાગી ગયો છે. તેમને કહ્યું કે, તેઓ ખુબ જ નિરાશ છે અને તેમને જીવનભર આ ઘટનાનો પસ્તાવો રહેશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ 28 વર્ષિય બેટ્સમેન પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો અને સાથે જ કેપ્ટનસી પણ છીનવી લીધી.
સાઉથ આફ્રિકા વિરૂદ્ધ કેપટાઉન ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન ખેલાડી કેમરન બેનક્રોફ્ટ મેદાન પર બોલ સાથે છેડછાડ કરતી સમયે કેદ થઈ ગયો. ટેમ્પરિંગની તસવીર આખી દુનિયામાં વાયરલ થઈ ગઈ ત્યાર બાદ આઈસીસી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ખેલાડીઓ વિરૂદ્ધ એક્શન લીધી હતી. આ બાબતે ક્રિકેટ જગતમાં ભૂકંપ લાવી દીધો અને રમત શરમશાર થઈ ગઈ.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર