હવે તમે પણ રહી શકો છો ક્રિકેટર સ્મિથના મહેલ જેવા ઘરમાં, આપવા પડશે આટલા રુપિયા

સ્મિથ હાલ ત્રણ ટી-20 અને વન-ડે મેચની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે

સ્મિથે 3 બેડરુમ અને 3 બાથરુમ વાળા આ ઘરને 2015માં લગભગ 10 કરોડ રુપિયામાં ખરીદ્યું હતું

 • Share this:
  સિડની : હવે તમે ઓસ્ટ્રેલિયા(Australia) ના પૂર્વ કેપ્ટન અને દુનિયાના નંબર બે ટેસ્ટ બેટ્સમેન સ્ટિવ સ્મિથ (Steve Smith) ના મહેલ જેવા ઘરમાં રહી શકો છો. તેનું આ ઘર સિડનીમાં છે. જો આ માટે તમારે કેટલાક રુપિયા પણ ચુકાવવા પડશે. સ્ટિવ સ્મિથે સિડનીમાં રહેલા પોતાના લક્ઝરી ઘરને ભાડા માટે આપી દીધું છે. જેનું દર સપ્તાહનું ભાડુ લગભગ એક લાખ રુપિયાની આસપાસ છે. સ્મિથે 3 બેડરુમ અને 3 બાથરુમ વાળા આ ઘરને 2015માં લગભગ 10 કરોડ રુપિયામાં ખરીદ્યું હતું. આ પછી તેણે ઘરમાં ઘણું કામ કરાવ્યું છે.

  આ ઘરમાં એ બધી જ સુવિધા છે જે એક મહેલ જેવા ઘરમાં હોવી જોઈએ. ઘરમાં ઓપન કિચન અને ડાઇનિંગ એરિયા છે. આ ઘરની સૌથી મોટી ખાસિયત સિડની હાર્બર બ્રિજ છે, જે ઘરના દરેક રુમમાંથી સ્પષ્ટ જોવા મળે છે અને આ નજારો ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. ઘરના ગેટ કાચના છે. જેનાથી કુદરતી રોશની સીધી ઘરની અંદર આવી શકે છે. આ સ્મિથના લક્ઝરી કલેક્શનમાં એક છે. રસપ્રદ વાત એ છે તે તેણે ઘરનું ભાડુ પણ ઘટાડી દીધું છે. કારણ કે 2018માં જે ભાડુ માંગ્યું હતું તેના કરતા આ વખતે 12 હજાર રુપિયા ઓછું છે.

  આ પણ વાંચો - રૈનાના દિલમાં આ અભિનેત્રી કરતી હતી રાજ, કોલેજના દિવસોમાં ડેટ પર લઇ જવા માંગતો હતો

  સ્મિથ હાલ ત્રણ ટી-20 અને વન-ડે મેચની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. 2018માં યજમાન દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગમાં ફસાયા પછી સ્મિથ પ્રથમ વખત આ દેશના પ્રવાસે છે.
  Published by:Ashish Goyal
  First published: