બોલ ટેમ્પરિંગ વિવાદ: સ્મિથે છોડી કપ્તાની, ટિમ પેન બન્યા નવા કેપ્ટન

  • Share this:
    સાઉથ અફ્રીકામાં ત્રીજી ટેસ્ટ રમી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન સ્ટીવન સ્મિથે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રમતના ત્રીજા દિવસે બોલ ટેંપરિંગમાં ફસાયા બાદ સ્ટીવન સ્મિથને પોતાની કેપ્ટનશીપ છોડવી પડી. સ્મિથ સિવાય વાઈસ કેપ્ટન ડેવિલ વોર્નરે પણ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.

    તમને જણાવી દઈએ કે કેપટાઉનમાં સાઉથ અફ્રીકા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાઈ ઓપનર કેમરન બેનક્રોફ્ટ રંગે હાથે બોલ ટેંપરિંગ કરતા પકડાયા હતા.સૌથી મોટી વાત એ છે કે બેનક્રોફ્ટની આ હરકત વિશે પુરી ઓસ્ટ્રેલિયાઈ ટીમ મેનેજમેન્ટને જાણ કરી હતી અને આવુ કરવા માટે તેઓએ રણનીતિ બનાવી હતી. ખુદ કેપ્ટન સ્ટીવન સ્મિથે પ્રેસ કોન્ફ્રેંસ કરીને આ વાતને કબુલ કરી હતી.

    સ્ટીવનના આ નિવેદન બાદ પુરા ક્રિકેટ વર્લ્ડમાં હંગામો મચી ગયો હતો. અને ચારે તરફથી સ્ટીવન સ્મિથના રાજીનામાની માગ કરવામાં આવી રહી હતી. ઓસ્ટ્રેલિયાની સરકારે પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયોને આદેશ આપ્યો હતો. જે બાદ તેને તાત્કાલીક હટાવવામાં આવ્યો હતો. આમ કેપટાઉનમાં ટેસ્ટ જેવી ચાલુ થઈ સ્ટીવન સ્મિથે કેપ્ટનશીપ છોડી દીધી અને ત્રીજા ટેસ્ટના આગળા 2 દિવસ માટે ટિમ પેનને ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.

    આ રીતે થયું ટેંપરિંગ

    કેમરન બેનક્રોફ્ટને બોલ સાથે છેડછાની કરવા માટે ખિસ્સામાંથી ચિપ જેવું ઓબ્જેક્ટનો ઉપયોગ કરતો નજરે પડ્યો હતો. જ્યાર પછી તેને પોતાના ટ્રાઉઝરમાં છુપાવવા માટે પ્રયત્ન કર્યો હતો. મેદાન પર લાગેલ સ્ક્રિન પર આ બધુ દેખાયું તો, એમ્પાયર નિગેલ લોન્ગ અને રિચર્ડ ઈલિંગવર્થે તરત જ તેમની સાથે વાત કરી. બેનક્રોફ્ટે સફાઈ આપતા કહ્યું કે, તેમના ચશ્માનો તૂટેલો ટૂકડો છે. જો કે બોલ ટેંપરિંગની વાત ખુદ કેપ્ટન સ્ટીવન સ્મિથે પ્રેસ કોન્ફ્રેંસ કરીને સ્વીકારી છએ કે તેમની પાસે પીળા રંગની ટેપ હતી. અને તેનાથી બોલનો આકાર બગાડવાની કોશિશ કરી રહ્યો હતો. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તે ભૂલનું પરિણામ ભોગવવા માટે તૈયાર છે.



    તમને જણાવી દઈ કે આઈસીસીના નિયોમો પ્રમાણે બોલ સાથે છેડછાડ લેવલના 2 ગુના છે. જેમાં ખેલાડી પર 100 ટકા મેચ ફીસ પેનલ્ટી લાગે છે. આ સાથએ જ 4 નેગેટિવ પોઇન્ટ સુધી ખેલાડીના હિસ્સામાં જાય છે. જે એખ ટેસ્ટ મેચ માટે બેન કરવા માટે ઘણા છે.

    ઉલ્લેખનિય છે કે, આ મેચમાં પહેલા દિવસે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર કમિંસે બોલને પોતાના પગ નીચે દબાવવાની કોશિશ કરી હતી. જોકે, કમિંશે પોતાના નિવેદનમાં કહ્યું કે, આવું તેમનાથી ભૂલથી થઈ ગયું હતું, જાણી જોઈને તેમને બોલ પગ નીચે દબાવી નહતી.
    Published by:Nisha Kachhadiya
    First published: