સ્મિથે કર્યા કોહલીનાં ભરપેટ વખાણ, કહ્યું, ઇન્ડિયન કેપ્ટન પાસેથી ઘણું બધુ શીખવા મળ્યું

ભારતમાં મારા માટે વિકેટ પાછળ કેચ કરવો સહેલો નથી. જો હું ઓસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકામાં રમતો હોત તો તે મારા માટે સહેલુ હોત.

ભારતમાં મારા માટે વિકેટ પાછળ કેચ કરવો સહેલો નથી. જો હું ઓસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકામાં રમતો હોત તો તે મારા માટે સહેલુ હોત.

 • Share this:
  નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથનો દુનિયાનાં સૌથી શ્રેષ્ઠ બેટ્સમેનમાં સમાવેશ થાય છે. બંને વચ્ચે ઘણી વખત સરખામણી થતી રહેતી હોય છે. ભલે તે બેટિંગની હોય  કે કેપ્ટનશીપની હોય. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર હતી ત્યારની વાત હોય કે પછી ઓસ્ટ્રેલિયન ટીમ ભારતનાં પ્રવાસે હોય. બંને વચ્ચે મેદાન પર હમેશાં કંઇકને કંઇક થયુ જ છે. પણ હાલમાં જ સ્ટીવ સ્મિથે કોહલી અંગે એવી વાત કરી નાંખી કે તેનાંથી આવી આશા ન હતી. બંને વચ્ચે આ ઘટના બાદ મિત્રતા શરૂ થાય તો નવાઇ નહીં.

  સ્મિથે વિરાટનાં ભરપેટ વખાણ કર્યા અને તેમ પણ કહ્યું કે, તેને ઇન્ડિયન કેપ્ટન અને સાઉથ આફ્રિકાનાં બેટ્સમેન એબી ડિવિલિયર્સ પાસેથી ખુબ બધુ શીખ્યુ છે.

  સ્મિથે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા.કોમ સાથે વાત કરતાં કહ્યું કે, 'મે વિરાટ કોહલીથી ઘણુ બધુ શીખ્યુ છે તે કેવી રીતે સ્પિન અને ફાસ્ટ બોલિંગને ઓફ સાઇડમાં રમે છે. ઓફ સાઇડ ગેમ રમવા માટે વિરાટ કોહલીનાં મગજને મે સમજી લીધુ છે. મે દક્ષિણ આફ્રિકાનાં તોફાની બેટ્સમેન એબી ડીવિલિયર્સની રિવર્સ બોલિંગ રમવાની ટેક્નોલોજી પણ કોપી કરી દીધી છે. મે કેન વિલિયમસનની બેટિંગ સ્ટાઇલથી ઘણુ બધુ શીખવા મળ્યુ છે.'

  સ્મિથે વિરાટ કોહલીની બેટિંગને ઘણી નજીકથી જોઇ છે અને તેની રમતમાં કોહલીની ટેક્નિક્સનો પણ ઉપયોગ કર્યો છે. સાથે જ ભારતમાં રમતા સમયે સ્મિથ કેવા પ્રકારના બદલાવ લાવે છે તેણે તે વિશે પણ જણાવ્યું હતું. તેણે કહ્યું કે એશિયાની ધીમી પીચ પર બેટિંગની ગ્રિપ કેવી રીતે બદલાઇ જાય છે તે હું સમજી ગયો છું. તેથી જ ભારતમાં રમતા સમયે હું હાથ થોડા ખુલ્લા છોડુ છું હુ સમજી ગયો છુ કે ભારતમાં મારા માટે વિકેટ પાછળ કેચ કરવો સહેલો નથી. જો હું ઓસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકામાં રમતો હોત તો તે મારા માટે સહેલુ હોત.
  Published by:Margi Pandya
  First published: