કોહલીનો સામનો કરવા માટે પ્રતિબંધિત ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની કરશે મદદ

News18 Gujarati
Updated: November 26, 2018, 3:04 PM IST
કોહલીનો સામનો કરવા માટે પ્રતિબંધિત ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની કરશે મદદ
કોહલીનો સામનો કરવા માટે પ્રતિબંધિત ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની કરશે મદદ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટની શ્રેણી 6 ડિસેમ્બરથી શરુ થશે

  • Share this:
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રતિબંધ ભોગવી રહેલો ઓસ્ટ્રેલિયાનો પૂર્વ સુકાની સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર ભારત સામે યોજાનાર ટેસ્ટ શ્રેણીમાં રમશે નહીં. જોકે આ બંને ચુપચાપ રીતે પોતાના ફાસ્ટ બોલરોને વિરાટ કોહલીનો કેવી રીતે સામનો કરવો તેના માટે તૈયાર કરી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટની શ્રેણી 6 ડિસેમ્બરથી શરુ થશે. સ્મિથસ વોર્નર અને બેનક્રોફ્ટ ઉપર દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં બોલ ટેમ્પિરિંગ બદલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન છતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રતિબંધ હટાવવાથી ઇન્કાર કરી દીધો હતો.

વોર્નર રવિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હતો. તે નેટ્સ ઉપર જોશ હેઝલવુડ અને પેટ કમિન્સના બોલનો સામનો કરી રહ્યો હતો. જ્યારે કોચ જસ્ટિન લેંગર અમ્પાયરની પોઝિશન ઉપર ઉભો રહીને જોઈ રહ્યો હતો. એક ઓસ્ટ્રેલિયન અખબારના મતે તેણે રવિવારે ભારત સામે ટી-20મેચ પહેલા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડના ડ્રેસિંગ રુમમાં પણ બોલાવ્યો હતો.

આ પણ વાંચો - મુશર્રફે પુછ્યું હતું -ધોનીને ક્યાંથી લાવ્યા છો?ગાંગુલીએ કહ્યું હતું- વાઘા બોર્ડરે ફરતો હતો ખેંચી લીધો!

ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે કહ્યું હતું કે સ્મિથને પણ ફાસ્ટ બોલરોની મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે અને તે આ સપ્તાહે આમ કરવા માટે તૈયાર થઈ ગયો છે. સ્ટાર્કે સોમવારે સિડની મોર્નિંગ હેરાલ્ડને કહ્યું હતું કે સ્મિથને બોલિંગ કરવી સારું રહેશે. તે વર્લ્ડના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ છે. અમારી તૈયારીઓ ઉપર તેમની સલાહ ઘણી મહત્વપૂર્ણ રહેશે. ટેસ્ટ શ્રેણી પહેલા આ બંને અમારી મદદ કરે તે મહત્વપૂર્ણ છે.
First published: November 26, 2018, 3:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading