Home /News /sport /એશિયા કપ 2023 માટે શું ભારત પાકિસ્તાન રમવા જશે? BCCI અધ્યક્ષે શું કહ્યું...

એશિયા કપ 2023 માટે શું ભારત પાકિસ્તાન રમવા જશે? BCCI અધ્યક્ષે શું કહ્યું...

રોહિત શર્મા અને બાબર આઝમ (ફાઇલ ફોટો)

Asia Cup 2023 Pakistan: એશિયા કપ 2023ને લઇને થઇ રહેલા વિવાદ પર બીસીસીઆઇના અધ્યક્ષ રોજર બિન્નીએ મોટુ નિવેદન આપ્યુ છે. બીસીસીઆઇ અધ્યક્ષે કહ્યુ કે ભારતીય ક્રિકેટ ટીમનો પાકિસ્તાન જવાનો નિર્ણય BCCIના હાથમાં નથી, તેની પર સરકાર નિર્ણય કરશે.

વધુ જુઓ ...
    Asia Cup 2023 Pakistan: એશિયા કપ 2023ને લઇને થઇ રહેલા વિવાદ પર બીસીસીઆઇના અધ્યક્ષ રોજર બિન્નીએ મોટુ નિવેદન આપ્યુ છે. બીસીસીઆઇ અધ્યક્ષે કહ્યુ કે ભારતીય ક્રિકેટ ટીમનો પાકિસ્તાન જવાનો નિર્ણય BCCIના હાથમાં નથી, તેની પર સરકાર નિર્ણય કરશે.

    એશિયા કપની આગામી ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાવાની છે, આ સિવાય આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પણ પાકિસ્તાન કરવાનું છે. એશિયા કપમાં ભારતના ભાગ લેવાને લઇને છેલ્લા કેટલાક દિવસથી વિવાદ થઇ રહ્યો છે. બીસીસીઆઇ સચિવે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહી જાય.

    બીસીસીઆઇ પાસે અધિકાર નથી

    ચેન્નાઇમાં આયોજિત એક કાર્યક્રમમાં બીસીસીઆઇના અધ્યક્ષ રોજર બિન્નીએ કહ્યુ, આ બીસીસીઆઇના હાથમાં નથી. આ સરકાર તરફથી મંજૂરી આપવામાં આવે છે. રોજર બિન્નીએ ગત મહિને પણ કહ્યુ હતુ કે બોર્ડ ભારતીય ટીમના પાકિસ્તાન અથવા અન્ય દેશની યાત્રા પર ખુદ નિર્ણય નથી લેતો. સરકારના નિર્ણય પર તે નિર્ભર કરે છે.

    સરકાર કરે છે નિર્ણય

    રોજર બિન્નીએ કહ્યુ, અમે એમ નથી કહી શકતા કે અમારી ટીમે ક્યા જવાનું છે. જો અમે દેશ છોડીએ છીએ અથવા અન્ય દેશમાં જઇએ છીએ તો અમારે સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે. અમે આ નિર્ણય જાતે નથી લઇ શકતા, આપણે સરકાર પર વિશ્વાસ કરવો પડશે.

    પાકિસ્તાન નોંધાવી ચુક્યુ છે વિરોધ

    ભારતના પાકિસ્તાનમાં રમવા માટે ના જવાને લઇને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરથી લઇને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નારાજગી વ્યક્ત કરી ચુક્યુ છે. સાથે જ 2023ના ભારતમાં રમાનાર વન ડે વર્લ્ડકપમાં સામેલ ના થવાની ધમકી પણ આપી ચુક્યુ છે. હવે આ વિવાદ ક્યારે શાંત થશે તે તો બીસીસીઆઇ અને સરકાર જાણે.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन
    विज्ञापन