Home /News /sport /Video: પોઈન્ટમાં ઉભા રહીને જાડેજાએ લપક્યો અદભુત કેચ, તમે પણ જોઈને થઈ જશો ખુશ...

Video: પોઈન્ટમાં ઉભા રહીને જાડેજાએ લપક્યો અદભુત કેચ, તમે પણ જોઈને થઈ જશો ખુશ...

વિશ્વના બેસ્ટ ફિલ્ડર જાડેજાએ ફરી કર્યો અદભુત કેચ

ઓસ્ટ્રેલિયાએ રોકેટની સ્પીડ જેવી શરૂઆત કરી હતી, પરંતુ વચ્ચેની ઓવરોમાં ભારતીય બોલરોએ વિકેટ લઈને મોટા સ્કોરની આશાને બરબાદ કરી દીધી હતી. 35.4 ઓવરમાં આખી ટીમ માત્ર 188 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી હતી. મેચ દરમિયાન રવિન્દ્ર જેડજાનો કરેલા કેચ એ પણ લોકોને ખુશ કરી દીધા હતા.

વધુ જુઓ ...
નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચ શુક્રવારથી ત્રણ મેચની ODI સિરીઝ શરૂ થઈ હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. જેમાં ઓસ્ટ્રેલિયાએ પણ રોકેટની સ્પીડે શરૂઆત કરી હતી, પરંતુ વચ્ચેની ઓવરોમાં ભારતીય બોલરોએ વિકેટ લઈને મોટા સ્કોરની આશાને બરબાદ કરી દીધી હતી. 35.4 ઓવરમાં આખી ટીમ માત્ર 188 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી હતી. મેચ દરમિયાન રવિન્દ્ર જેડજાનો ખાસ શિકાર ફરીથી તેના હાથે વાગ્યો, પરંતુ આ વખતે તે બોલિંગ કરી રહ્યો ન હતો.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની શ્રેણીની પ્રથમ ODI રમાઈ રહી છે. મેચમાં ટોસ જીતીને ભારતે ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે બોલાવ્યું હતું. મિચેલ માર્શે પ્રથમ વખત ટ્રેવિસ હેડ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. હેડ વહેલો આઉટ થયો હતો, પરંતુ માર્શે અડધી સદી ફટકારી હતી.

મેચ દરમિયાન કેપ્ટન સ્મિથની વિકેટ પડી અને પછી માર્નસ લાબુશેન મેદાન પર ઉતર્યો અને ટેસ્ટ મેચની જેમ ફરી આ વખતે પણ રવિન્દ્ર જાડેજાએ તેને પોતાનો શિકાર બનાવ્યો. આ તેની 300મી આંતરરાષ્ટ્રીય મેચ છે. જાડેજાએ 64-64 ટેસ્ટ અને T20 મેચ રમી છે, જ્યારે અહીં 172મી ODI રમી છે.

આ પણ વાંચો : Covid New Variant- ભારતમાં આવશે કોરોનાની લહેર! એક્સપર્ટે કહ્યું, નવો સબ-વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે...

જાડેજાએ બોલિંગ કર્યા વગર જ કર્યો આઉટ 

મુંબઈ ODIમાં કુલદીપ યાદવ 23મી ઓવર માટે આવ્યો હતો, અને ચોથા બોલ પર માર્નસ લબુશેને કટ શોટ માર્યો હતો. પોઈન્ટમાં ઉભેલા રવીન્દ્ર જાડેજાએ અદ્ભુત રીતે ડાઈ મારીને કેચ કર્યો હતો. આ કેચ એવો હતો કે, જેણે જોયો તે તેના વખાણ કર્યા વિના રહી શક્યો નથી. ડાબા હાથે બોલિંગ અને બેટિંગ કરતા જાડેજાએ જમણા  હાથે સુંદર રીતે  કેચ કરી લોકોનેે આશ્ચર્યમાં મુકી દીધા હતા.કોમેન્ટ્રી કરતા લોકોએ પણ આ કેચના વખાણ કર્યા હતા. જાડેજાનો આ કેચનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.



નાગપુર ટેસ્ટના પ્રથમ અને બીજા દાવમાં જાડેજાએ લાબુશેનનો શિકાર બનાવ્યો હતો. દિલ્હી ટેસ્ટમાં પ્રથમ દાવમાં અશ્વિને તેને આઉટ કર્યો હતો, પરંતુ બીજા દાવમાં જેડજાએ તેને ક્લીન બોલ્ડ કરીને પરત મોકલી દીધો હતો. ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં પણ લાબુશેન ક્લીન બોલ્ડ થઈને પરત ફર્યો હતો અને બોલર જાડેજા હતો. ચોથી ટેસ્ટ મેચમાં શમીએ તેને પ્રથમ દાવમાં આઉટ કર્યો હતો જ્યારે બીજી ઈનિંગમાં તે અણનમ રહ્યો હતો.
First published:

Tags: IND vs AUS, રવિન્દ્ર જાડેજા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો