યોર્કરના કિંગ શ્રીલંકન બોલર લસિથ મલિંગાએ ટી-20 ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ભાવુક પોસ્ટમાં આપી માહિતી

લસિથ મલિંગા (Lasith Malinga Retirement) એ ટી20 ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી છે.(તસવીર- લસિંથ મવિંગા ઈન્ટાગ્રામ )

શ્રીલંકાના મહાન ફાસ્ટ બોલર લસિથ મલિંગા (Lasith Malinga Retirement) એ ટી20 ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી છે. મલિંગાએ આ પહેલા ટેસ્ટ અને વનડે ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું.

 • Share this:
  નવી દિલ્લી: શ્રીલંકાના મહાન ફાસ્ટ બોલર લસિથ મલિંગા (Lasith Malinga Retirement) એ ટી20 ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી છે. મલિંગાએ આ પહેલા ટેસ્ટ અને વનડે ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું. મલિંગા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)`માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) તરફથી રમી ચુક્યો છે અને આ લીગનો સૌથી સફળ બોલર છે. તેના નામે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયેલો છે. યોર્કર અને સ્લો બોલ ફેંકવામાં માહિર મલિંગા ક્યારેક પોતાની બેટિંગથી પણ વિરોધી ટીમને ચોંકાવી દેતો હતો.

  મલિંગાએ યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જે વિકેટ લીધી છે તે બતાવી આવી છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, રમતગમત પ્રત્યેનો મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. મલિંગાએ કહ્યું કે, "છેલ્લા 17 વર્ષમાં મેં જે અનુભવ મેળવ્યો છે હવે મેદાનમાં તેની જરુર નથી કેમકે મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ હું યુવા પેઢીને માર્ગદર્શન આપતો રહીશ. જે આ રમતમાં સતત આગળ વધવા તૈયાર છે તેના માટે હું હંમેશા મદદ કરવા તૈયાર છું.

  તસવીર- લસિંથ મલિંગા ટ્વિટર


  ટી-20માં હેડ્રિક લેનાર પ્રથમ ફાસ્ટ બોલર

  લસિથ મલિંગાએ ટી-20 ઈન્ટરનેશનલમાં 2 વખત હેટ્રિક લીધી છે અને આમ કરનાર મલિંગા એક માત્ર બોલર છે. બ્રેટ લી, ટીમ સાઉધી, થિસારા પરેરા, ફહિમ અશરફ, રાશીદ ખાન, મોહમ્મદ હુસૈન, દીપક ચાહર, એસ્ટોન અગર, અકીલા ઘનંજય, નાથન એલિસ, જેકોબે ટી-20માં એક વખત હેટ્રિક ઝડપી છે.

  આ પણ વાંચો: IPL 2022: આઈપીએલની 2 નવી ટીમોની નિલામી ઓક્ટોબરમાં, મેગા ઓક્શન જાન્યુઆરીમાં

  ચાર બોલમાં ચાર વિકેટ લેવાનો અનોખો રેકોર્ડ

  શ્રીલંકાના સ્ટાર બોલરના કરિયર પર નજર કરીએ તો મલિંગાએ 30 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેના નામે 101 વિકેટ છે. મલિંગાએ 226 વનડે મેચમાં 338 વિકેટ ઝડપી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 38 રન આપી 6 વિકેટ છે. તો મલિંગાએ 83 ટી20 મેચમાં 107 વિકેટ પોતાના નામે કરી છે. મલિંગાએ ચાર બોલમાં ચાર વિકેટ ઝડપવાની સિદ્ધિ પોતાના કરિયરમાં બે વખત મેળવી છે.

  ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
  Published by:kuldipsinh barot
  First published: