શ્રીલંકન કેપ્ટન દિનેશ ચાંદીમલે સ્વીકાર્યા ICCના આરોપ

News18 Gujarati
Updated: June 22, 2018, 10:09 PM IST
શ્રીલંકન કેપ્ટન દિનેશ ચાંદીમલે સ્વીકાર્યા ICCના આરોપ

  • Share this:
શ્રીલંકન ક્રિકેટ ટીમના કેપ્ટન દિનેશ ચાંદીમલ, કોચ ચંડિકા હથુરૂસિંઘ અને મેનેજર અસંકા ગુરૂસિન્હાએ આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા તેમના પર લગાવેલ આરોપોનો સ્વીકાર કરી લીધો છે. આઈસીસીએ શુક્રવારે એક પ્રેસ કોન્ફ્રન્સ દ્વારા આની જાણકારી આપી હતી.

ચાંદીમલ, હથુરૂસિંઘા અને અસંકા પર આઈસીસી દ્વારા રમત ભાવનાને ઠેસ પહોચાડનાર વ્યવહાર માટે આઈસીસીની આચાર સંહિતા અનુચ્છેદ 2.3.1નો ઉલ્લઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આઈસીસી આચાર સંહિતાના અનુચ્છેદ 5.2 અનુસાર, ત્રણેય દ્નારા આરોપ સ્વીકાર કર્યા બાદ આઈસીસીએ માઈકલ બેલોફ ક્યૂસીને મામલની સુનવણી માટે ન્યાયિક અધિકારીના રૂપમાં નિયુક્ત કર્યા છે.

ઉલ્લેખનિય છે કે, ચાંદીમલે આઈસીસી દ્વારા તેમના પર લગાવેલ એક ટેસ્ટ મેચના પ્રતિબંધ વિરૂદ્ધ અપીલ કરી છે અને બલોફ આ અપીલની સુનવણી કરશે.

ચાંદીમલ, કોચ હથુરૂસિંઘા અને અસંકા પર આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડસને આરોપ લગાવ્યો હતો, કેમ કે વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ રમાયેલ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના રમત લેટ શરૂ થઈ, જેમાં ત્રણેય સામેલ હતા.
First published: June 22, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading