SL vs WI : પહેલી મેચમાં જ કરૂણ ઘટના, હેલમેટમાં બોલ લાગતા ખેલાડીને લઈ જવો પડ્યો હૉસ્પિટલમા

જર્સમી સોલોઝાનોને બોલ વાગતા ઈજાગ્રસ્ત થયો, ક્રિકેટની પીચ પરથી સીધો હૉસ્પિટલની પથારીએ પહોંચી ગયો

Sri lanka vs West indies: ડેબ્યૂ કરનાર ખેલાડી જર્મી સોલોઝાનોને હેલમેટમાં દડો વાગ્યો, જાણો હવે કેવી છે તબિયત, ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીનું આવી રીતે જ બોલ વાગવાથી થયું હતું મોત

  • Share this:
    વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર વેસ્ટઈન્ડિઝના ( Srilanka vs Westindies) ખેલાડીને પહેલી જ મેચમાં ઈજા પહોંચતા સ્ટ્રેચરમાં નાખીને હૉસ્પિટલ લઈ જવો પડ્યો હતો. વેસ્ટઈન્ડિયનો ડેબ્યૂ પ્લેયર જર્મી સોલોઝાનોને (Jeremy Solozano injured) હેલ્મેટમા બોલ વાગતા તે ઢળી પડ્યો હતો. જોકે, ત્યારબાદ સ્ટ્રેચરમાં નાખીને તેને હૉસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. આ ઘટનાએ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારે ચર્ચા જગાવી હતી. ક્રિકેટમાં જવલ્લે જ બનતી આ ઘટનાએ ખેલાડીઓના શ્વાસ અદ્ધર કરી દીધા હતા.

    બનાવની વિગતો એવી છે કે શ્રીલંકા સામે ફિલ્ડીંગ ભરી રહેલોજર્મી શોર્ટ લેગમાં ઉભો હતો. દરમિયાન કરૂણારત્ને જોરદાર પૂલ શોટ મારવાનો પ્રયાસક કર્યો હતો. જોકે, આ દડો પૂલ થવાના બદલે જર્મીના હેલ્મેટમાં વાગ્યો હતો.

    હાલમાં ઈજાનું ઓબ્ઝર્વેશન

    હૉસ્પિટલમાં ખસેડ્યા બાદ ક્રિકેટ વેસ્ટઇન્ડિઝ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે જર્મીનું સીટી સ્કેન કરવામાં આવ્યું છે જેમાં કોઈ સ્ટ્રક્ચરલ નુકસાન જણાતું નથી. જોકે, તેમ છતાં ઓબ્ઝર્વેશન માટે તેને આખી રાત હૉસ્પિટલમાં રાખવામાં આવશે.

    આ પણ વાંચો : PAKvsBAN: શાહિન આફ્રિદીની શરમજનક હરકતનો Video, સિક્સ મારનાર બેટ્સમેન પર છુટ્ટો બોલ માર્યો





    ફિલીપ હ્યજીસનું મોત થયું હતું

    વર્ષ 2014ની 27મી નવેમ્બર ક્રિકેટ જગત માટે એક એવો આઘાત હતો જેની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી. આવી જ રીતે બોલ વાગવાથી ઓસ્ટ્રેલિયાના ખેલાડી ફિલીપ હ્યુજીસનું મોત થયું હતું. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં આફ્કિા સામેની મેચમાં 63 રને બેટિંગ કરી રહેલા ફિલિપને મોત વાગ્યું હતું

    આ પણ વાંચો : સુપર મોડેલ રહી ચુકી છે ક્રિકેટર David Warnerની પત્ની, પહેલાં દીકરી જન્મ પછી કર્યા હતા લગ્ન

    આ પણ વાંચો :  

    135ની સ્પીડનો બોલ છતાં મોત થયું

    ફિલીપ હ્યુજીસનું મોત થયું તે બોલ 135ની સ્પીડનો હતો. સેન એબોટનો બોલ વાગ્યા બાદ ફિલિપ્સ ઢળી પડ્યો હતો. સ્થિતિને જોતા તેને એરલિફ્ટ કરી અને સિડનની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. બે દિવસ સુધી તેનામાં કોઈ પોઝિટિવ સાઇન જોવા મળી નહોતી. આખરે27મી નવેમ્બરે તેનું મોત થયું હતું.
    Published by:Jay Mishra
    First published: