ટીમ ઈન્ડિયાએ લીધો બદલો: લંકાને 06 વિકેટ હરાવ્યું, ઠાકૂરની 4 વિકેટ

News18 Gujarati
Updated: March 13, 2018, 8:31 AM IST
ટીમ ઈન્ડિયાએ લીધો બદલો: લંકાને 06 વિકેટ હરાવ્યું, ઠાકૂરની 4 વિકેટ

  • Share this:
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને 6 વિકેટે જીત મેળવી લીધી છે.  ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને શ્રીલંકાને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 19 ઓવરમાં 152 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી હાલમાં ફુલ ફોર્મમાં ચાલી રહેલ કૂશલ મેન્ડિસે સતત ત્રીજી ફિફ્ટી(55 રન) ફટકારી હતી.

ભારતે ટાર્ગેટનો પીછો કરતાં 17.3 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 11 અને શિખર ધવન 08 રન બનાવીને પેવેલિયન પાછા ફર્યા હતા. આમ બંને ઓપનર બેટ્સમેન ફ્લોપ રહ્યાં હતા. ત્યાર બાદ પણ ટીમ ઈન્ડિયાને વધુ બે ફટકા લાગ્યા હતા. જેમાં લોકેશ રાહુલ 18 અને સુરેશ રૈનાના 27 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

મનીષ પાંડે અને દિનેશ કાર્તિકે ટીમ ઈન્ડિયાની બાજી સંભાળતા 46 બોલમાં 68 રનની પાર્ટનરશીપ કરીને ટીમ ઈન્ડિયાને એક શાનદાર જીત અપાવી હતી. મનીષ પાંડેએ 31 બોલમાં 3 ફોર અને એક સિક્સ સાથે 42 રનની ઈનિંગ રમી હતી
First published: March 12, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading