કોલંબોનો પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવી 44 વર્ષ પછી પોતાના ઘરમાં વન-ડે શ્રેણી જીતી લીધી છે. શ્રીલંકાની આ જીતમાં ઓપનર અવિષ્કા ફર્નાન્ડોનો મહત્વનો રોલ હતો. તેણે 82 રન બનાવ્યા હતા. જેના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે મેચ દરમિયાન અવિષ્કા ફર્નાન્ડોના પિતા સાથે એક મોટી દુર્ઘટના થઈ હતી. અવિષ્કાના પિતા પોતાના પુત્રની બેટિંગ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાં મેચ દરમિયાન તે બેભાન થઈ ગયા હતા. તેમને તરત એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જે સમયે આ દુર્ઘટના બની ત્યારે અવિષ્કા બેટિંગ કરી રહ્યો હતો. શ્રીલંકાના કોઈ ખેલાડીએ તેને આ વાતની જાણકારી આપી ન હતી. જ્યારે તે આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો તો તેને આ વાતની જાણ થઈ હતી. અવિષ્કાના પિતા હવે ઠીક છે, જોકે તે હજુ હોસ્પિટલમાં છે. ઉલ્લેખનીય છે તે તેમને ડાયબિટીસ છે, જેના કારણે તે બેભાન થઈ ગયા હતા.
અવિષ્કાએ કહ્યું હતું કે હું ક્રીઝ ઉપર હતો અને મને ખબર ન હતી મારા પિતા બેભાન થઈ ગયા છે. મને આઉટ થયા પછી તેમની તબિયત ખરાબ હોવાની જાણ થઈ હતી. મેચ વિશે અવિષ્કાએ કહ્યું હતું કે મને સદી ચૂકી જવાનો કોઈ અફસોસ નથી. ટીમની જીત માટા માટે સૌથી મોટી વાત છે.
શ્રીલંકાની આ જીતમાં ઓપનર અવિષ્કા ફર્નાન્ડોનો મહત્વનો રોલ હતો. તેણે 82 રન બનાવ્યા હતા
આવી રીતે શ્રીલંકાએ મેળવી જીત
શ્રીલંકાએ બીજી વન-ડેમાં બાંગ્લાદેશ સામે 7 વિકેટે વિજય મેળવી ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે. શ્રીલંકાએ 44 મહીના પછી પોતાના ઘરમાં શ્રેણી જીતી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 238 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 44.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર