#metoo: ‘મલિંગાએ મને બેડ ઉપર પછાડી હતી અને મારી ઉપર ઉંઘી ગયો’

શ્રીલંકાના પૂર્વ સુકાની અર્જુન રણતુંગા પછી હવે #metooના લપેટામાં વધુ એક મોટો ક્રિકેટર ફસાયો છે. આ ક્રિકેટર છે શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા

News18 Gujarati
Updated: October 11, 2018, 6:10 PM IST
#metoo: ‘મલિંગાએ મને બેડ ઉપર પછાડી હતી અને મારી ઉપર ઉંઘી ગયો’
મલિંગા ઉપર ભારતની પ્લેબેક સિંગર ચિન્મયી શ્રીપદાએ આરોપ લગાવ્યો
News18 Gujarati
Updated: October 11, 2018, 6:10 PM IST
યૌન શોષણ સામે ચાલી રહેલા અભિયાન #metooની અવાજ જેમ-જેમ બુલંદ થઈ રહી છે તેમ તેમ નવા નવા નામો સામે આવી રહ્યા છે. શ્રીલંકાના પૂર્વ સુકાની અર્જુન રણતુંગા પછી હવે #metooના લપેટામાં વધુ એક મોટો ક્રિકેટર ફસાયો છે. આ ક્રિકેટર છે શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા. મલિંગા ઉપર ભારતની પ્લેબેક સિંગર ચિન્મયી શ્રીપદાએ આરોપ લગાવ્યો છે.

ટ્વિટર ઉપર એક પોસ્ટ દ્વારા શ્રીપદાએ એક અજાણી યુવતીની વાત સામે રાખી છે. જેમાં આરોપ લગાવ્યો છે કે થોડા વર્ષ પહેલા આઈપીએલ દરમિયાન મુંબઈની એક હોટલમાં મલિંગાએ તે યુવતી સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

શ્રીપદાએ ટ્વિટર ઉપર આ નિવેદનને શેર કરતા લખ્યું હતું કે હું પોતાનું નામ બહાર લાવવા માંગતી નથી. થોડાક વર્ષો પહેલા આઈપીએલ દરમિયાન મુંબઈની એક હોટલમાં પોતાની એક મિત્રને શોધી રહી હતી. અચાનક મને મલિંગા મળ્યો અને કહ્યું કે તારી ફ્રેન્ડ મારી રૂમમાં છે. હું ત્યાં પહોંચી તો કોઈ હતું નહીં. મલિંગાએ મને બેડ ઉપર પછાડી હતી અને મારી ઉપર ઉંઘી ગયો હતો. મેં પોતાને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ મને સફળતા મળી ન હતી. મેં પોતાની આંખો બંધ કરી દીધી હતી અને મલિંગા મારા ચહેરાનો ઉપયોગ કરતો રહ્યો હતો. ત્યારે ડોરબેલ વાગી હતી અને હોટલનો સ્ટાફ કશુંક કામ માટે અંદર આવ્યો હતો. મેં તેનો ફાયદો ઉઠાવ્યો અને સીધી વોશરૂમમાં તાલી ગઈ હતી. જ્યાં પોતાનો ચહેરો સાફ કરીને ભાગી ગઈ હતી. મને ખબર છે કે લોકો કહેશે કે તે પ્રખ્યાત વ્યક્તિ છેઅને હું જાણી જોઈને તેમની પાસે ગઈ હતી.


Loading...

#MeToo: મંત્રી એમજે અકબર નાઇઝિરીયાનો પ્રવાસ છોડીને આવી શકે છે પરત

મલિંગાએ તેની ઉપર લાગેલા આ આરોપો ઉપર કોઈ સ્પષ્ટતા કરી નથી. પણ સોશિયલ મીડિયા ઉપર ચિન્મયી શ્રીપદાની આ ટ્વિટ વાયરલ થઈ રહી છે. મલિંગા હાલ શ્રીંલંકાની ટીમનો સભ્ય છે.
First published: October 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर