જીવલેણ હુમલાના 10 વર્ષ પછી પાકિસ્તાન જશે શ્રીલંકાની ક્રિકેટ ટીમ!

News18 Gujarati
Updated: August 18, 2019, 4:12 PM IST
જીવલેણ હુમલાના 10 વર્ષ પછી પાકિસ્તાન જશે શ્રીલંકાની ક્રિકેટ ટીમ!
જીવલેણ હુમલાના 10 વર્ષ પછી પાકિસ્તાન જશે શ્રીલંકાની ટીમ!

આ વર્ષના અંતમાં શ્રીલંકા પાકિસ્તાનનો પ્રવાસ કરે તેવી સંભાવના

  • Share this:
લગભગ 10 વર્ષ પહેલા માર્ચ 2009ના એ દિવસને યાદ કરીને આજે પણ ક્રિકેટની દુનિયામાં ડર છવાઈ જાય છે. જ્યારે પાકિસ્તાનના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ટીમ બસ ઉપર આતંકવાદીઓએ ગોળીઓ ચલાવી હતી. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમની બહાર હાથમાં બંદુક સાથે લગભગ 12 લોકોએ ટીમ બસ ઉપર ગોળીઓ ચલાવી હતી. અચાનક થયેલા હુમલામાં છ પાકિસ્તાની પોલીસકર્મી સહિત આઠ લોકોના મોત થયા હતા. શ્રીલંકાની ટીમના દિગ્ગજ ખેલાડી કુમાર સંગાકારા, મહેલા જયવર્દને સહિત ઘણા ખેલાડીઓને તેમાં ઇજા પહોંચી હતી પણ બધાના જીવ બચી ગયા હતા. આ હુમલા પછી પાકિસ્તાનમાં ક્રિકેટ લગભગ ખતમ થઈ ગયું હતું.

હવે સમાચાર આવી રહ્યા છે કે હુમલાના લગભગ 10 વર્ષ પછી શ્રીલંકાની ટીમ ફરી એક વખત ટેસ્ટ મેચ રમવા માટે પાકિસ્તાન જઈ શકે છે. આ વર્ષના અંતમાં શ્રીલંકા પાકિસ્તાનનો પ્રવાસ કરે તેવી સંભાવના છે.

શ્રીલંકા ક્રિકેટના એક સુરક્ષા પ્રતિનિધિમંડળે લાહોર અને કરાચીનો પ્રવાસ કર્યો હતો. જે પછી સકારાત્મક પ્રતિક્રિયા મળ્યા પછી પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટની યજમાની કરી શકે છે. ક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે શ્રીલંકા પાકિસ્તાનમાં ઓછામાં ઓછી એક ટેસ્ટ રમશે. જો આમ થશે તો 2009માં લાહોરમાં આતંકવાદી હુમલા પછી ટેસ્ટ ક્રિકેટ રમવા જનાર શ્રીલંકા પ્રથમ ટીમ બની જશે.

આ પણ વાંચો - ધોની ટ્રેનિંગ પૂરી કરી પરત ફર્યો, પિતાને જોતા જ ભાવુક બની પુત્રી ઝીવાશ્રીલંકા ક્રિકેટના સીઇઓ એશ્લે ડી સિલ્વાએ કહ્યું હતું કે સુરક્ષા ટીમ તરફથી તેમને સકારાત્મક પ્રતિક્રિયા મળી છે. તેમણે કહ્યું હતું કે કોઈ નિર્ણય પર આવ્યા પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે કેટલાક વિકલ્પો વિશે વાત કરાશે. આ સિવાય સરકાર પાસે પણ સલાહ લેવામાં આવશે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નિર્દેશક વસીમ ખાને પણ દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી માટે એમસીસીને અપીલ કરી છે. વસીમે કહ્યું હતું કે એમસીસી સાથે થયેલી મિટિંગ ઘણી સકારાત્મક રહી હતી.
First published: August 18, 2019
વધુ વાંચો
अगली ख़बर