શ્રીલંકન ખેલાડીઓને મોટો ઝટકો, આ કારણે થશે પ્લેયરોની સેલરીમાં 35 ટકાનો ઘટાડો

શ્રીલંકન ખેલાડીઓને મોટો ઝટકો, આ કારણે થશે પ્લેયરોની સેલરીમાં 35 ટકાનો ઘટાડો

 • Share this:
  નવી દિલ્લી: કોરોના વાયરસની અસર ક્રિકેટ પણ સૌથી વધારે જોવા મળી રહી છે. કેટલીય મોટી-મોટી સિરીઝોને સ્થગિત કરવામાં છે. જેથી દુનિયાના દરેક ક્રિકેટ બોર્ડને મોટી માત્રામાં નુકશાન થઇ રહ્યું છે. ઈંગ્લેન્ડ. ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને વેસ્ટઈંન્ડિઝ બાદ હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પણ આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યો છે. જેના કારણે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પણ તેમના ખેલાડીઓની સેલરીમાં કાપ મુકી શકે છે.

  શ્રીલંકા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશનું ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં એક નવો કરાર જાહેર કરશે, જેમાં ઘણા નવા ખેલાડીઓને કેન્દ્રીય કરાર મળશે. જો કે, આ કરારમાં ખેલાડીઓના પગારમાં મોટો ઘટાડો થશે. અહેવાલો અનુસાર, ખેલાડીઓના પગારમાં 35 ટકાનો ઘટાડો થઈ શકે છે.


  ચેતેશ્વર પુજારાએ પણ લગાવી કોરોના વેક્સિન, વિરાટ કોહલી, શિખર અને ઉમેશની લીસ્ટમાં શામિલ


  મહત્વનું છે કે, શ્રીલંકા ક્રિકેટના ટોચના કરાર મેળવનાર ખેલાડીને વાર્ષિક આશરે 95 લાખ રૂપિયા મળે છે. પરંતુ બાદ બાદ આ ખેલાડીઓને લગભગ 73 લાખ રૂપિયા મળશે. અહેવાલો અનુસાર, ગ્રેડ 2 ના ખેલાડીઓને 58 લાખ રૂપિયા અને ગ્રેડ 3 ખેલાડીઓને વાર્ષિક 44 લાખ રૂપિયા મળશે.

  શ્રીલંકાની ક્રિકેટ ટીમ જુલાઈમાં ટીમ ઈન્ડિયા સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે. ભારતીય ટીમ શ્રીલંકામાં વનડે અને ટી 20 સિરીઝ રમશે. જોકે, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓને આ ટીમમાં સામેલ કરવામાં આવશે નહીં. રવિવારે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ સંકેત આપ્યો હતો કે ભારતની બી ટીમ શ્રીલંકા પ્રવાસ પર જશે.
  Published by:kuldipsinh barot
  First published:May 10, 2021, 22:11 pm

  ટૉપ ન્યૂઝ