IND vs SL: બચી ગઈ શ્રીલંકન ટીમ, વિમાનનું ફ્યુઅલ ખાલી થતા ભારતમાં કર્યું લેન્ડિંગ

તસવીર- એપી

ભારત અને શ્રીલંકા(India vs Sri Lanka Series)વચ્ચે વનડે અને ટી 20 શ્રેણી આગામી સપ્તાહથી શરૂ થશે. સિરીઝ પહેલા ઇંગ્લેન્ડથી પરત ફરી રહેલા શ્રીલંકાની ટીમના વિમાનને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ તેને ભારતમાં લેન્ડિંગ કરવું પડ્યું હતું.

  • Share this:
    નવી દિલ્લી: શ્રીલંકા ક્રિકેટ ટીમની મુશ્કેલીઓ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી. જ્યારે મેદાનની અંદર શ્રીલંકાની ટીમ હારનો સામનો કરવો પડ્યો હતો. હવે મેદાનની બહાર તેમની સાથે કંઈક એવું બન્યું હતું, જેના પછી બધા ખેલાડીઓ અને ચાહકો ગભરાઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇંગ્લેન્ડથી પરત ફરતી શ્રીલંકન ટીમની ફ્લાઇટ ઇંધણ ખાલી થતા મોટી સમસ્યા સર્જાઈ હતી. શ્રીલંકાના કોચ મિકી આર્થરે જણાવ્યું હતું કે, શ્રીલંકા પરત ફરતી વખતે તેમનું વિમાન ફ્યુઅલ પૂરું થઈ ગયું હતું, જેના કારણે તેને ભારતમાં ઉતરવું પડ્યું હતું.

    મિકી આર્થરે ટોક સ્પોર્ટને કહ્યું, 'અમારા વિમાનને ભારતમાં ઉતરવું પડ્યું કારણ કે, તેનું ફ્યુઅલ પૂરું થઈ ગયું હતું. જ્યારે અમારું વિમાન ભારતમાં ઉતર્યું ત્યારે મેં મારો મોબાઈલ ખોલ્યો અને મને ઇંગ્લેન્ડના ઓપરેશન્સ મેનેજર વાઈન બેન્ટલીનો સંદેશ મળ્યો. તેમણે મને માહિતી આપી કે, વિમાનનું ફ્યુઅલ પૂરું થઈ રહ્યું છે. આ પરિસ્થિતિઓ સમગ્ર ટીમ માટે તણાવપૂર્ણ હતી.

    આ પણ વાંચો: ICC T20 Ranking: કોહલી 5માં સ્થાને યથાવત, રાહુલને થયો ફાયદો, મલાન ટોપ પર

    અંતે શ્રીલંકાની ટીમ તેમના દેશમાં પહોંચી ગઈ છે અને હાલમાં તમામ ખેલાડીઓ હોટલમાં કોરેન્ટીન છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડથી પરત આવતાની સાથે જ તમામ ખેલાડીઓને હોટલમાં રાખ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમના 7 સભ્યો કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારબાદ શ્રીલંકન બોર્ડે તેના ખેલાડીઓને ઘરે જવાની મંજૂરી આપી નહીં. ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝ 13 જુલાઈથી શરૂ થવાની છે અને તે પહેલા બોર્ડ કોઈ જોખમ લેવા માંગતું નથી. શ્રીલંકાના તમામ ખેલાડીઓની એન્ટિજેન માટે પહેલા પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે પછી તેઓને હોટેલમાં અલગ રાખવામાં આવ્યા હતા. હવે ખેલાડીઓના આરટી-પીસીઆર રીપોર્ટની રાહ જોવાઇ રહી છે.

    આ પણ વાંચો: એક સમયે ગાંગુલી સાથે રમનારો બોલર અત્યારે ચા વેચવા મજબૂર, જાણો તેનું દુ:ખદ સત્ય

    શ્રેણી પહેલા શ્રીલંકાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યૂઝ વનડે અને ટી 20 સિરીઝમાંથી પીછેહઠ કરી ચુક્યા છે. એવી અટકળો છે કે, મેથ્યુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ શકે છે. મેથ્યુઝની ભારત સામેની વનડે એલરેજ 50 કરતા વધારે છે, તેથી તેની ગેરહાજરી શ્રીલંકાની ટીમ તાકાતમાં ઘટાડો કરી શકે છે.
    Published by:kuldipsinh barot
    First published: