Home /News /sport /

Yo-Yo Test : ખેલાડી 8 મિનિટમાં 2 કિમી નહીં દોડે તો કપાઈ જશે પગાર! ક્રિકેટ બોર્ડનો આકરો નિર્ણય

Yo-Yo Test : ખેલાડી 8 મિનિટમાં 2 કિમી નહીં દોડે તો કપાઈ જશે પગાર! ક્રિકેટ બોર્ડનો આકરો નિર્ણય

Sri Lanka Yo Yo Test rules : શ્રીલંકામાં ક્રિકેટરો માટે આકરા નિયમો આવા નિયમોથી ફિટનેસ મદબૂત કરવાનો ઈરાદો

Sri Lanka Cricket Board Yo Yo Test Rules : ક્રિકેટરો જો આનાથી ઓછા સમયમાં દોડે તો શું ફાયદો મળશે એ પણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું, શ્રીલંકાનું બોર્ડ પોતાના ક્રિકેટરો પર આકરા પાણીએ

    Yo-Yo Test Sri lanka : ક્રિકેટની રમત હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ક્રિકેટટમાં ખેલાડીઓના બોલિંગ અને બેટીંગના ટેલેન્ટની સાથે સાથે ફિટનેસનો (Fitness of Cricketers) મુદ્દો પણ મહત્વનો બની ગયો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે (Srilanka Cricket Board) ખૂબ જ કડક નિર્ણય લીધો છે. ખેલાડીઓએ હવે યો યો ટેસ્ટ (YO YO Test) આપવાની રહેશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે (Shrilanka Cricket Board Yo Yo Test Rules) નવા વર્ષથી ખેલાડીઓ માટે ફિટનેસના માપદંડ કરી દીધા છે.

    નવી ગાઈડલાઈન અનુસાર જો ખેલાડીઓ ફિટ નહીં હોય તો તેમનો પગાર પણ કાપી લેવામાં આવશે. ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ ખેલાડી 8.35 મિનિટથી 8.55 મિનિટમાં 2 કિમી દોડે છે તો, કોન્ટ્રાક્ટ અનુસાર તેમની નક્કી કરેલા પગારમાંથી અમુક રકમ કાપી લેવામાં આવશે.

    2 કિમીની રેસનો માપદંડ

    શ્રીલંકા ક્રિકેટ બોર્ડના યો યો ટેસ્ટમાં 2 કિમીની રેસનો માપદંડ બનાવવામાં આવ્યો છે. જો કોઈ ખેલાડી 2 કિમી દોડવા માટે 8.55 મિનિટ કરતા વધુ સમય લેશે તો ટીમમાં તેમનું સિલેક્શન કરવામાં નહીં આવે. જો ખેલાડી 8.35 મિનિટથી 8.55 મિનિટમાં 2 કિમી દોડે છે તો તેમના પગારમાંથી અમુક રકમ કાપી લેવામાં આવશે, પરંતુ ટીમમાં તેમની પસંદગી કરવામાં આવશે.

    આ પણ વાંચો : India Vs South Africa: પહેલી ટેસ્ટ પહેલાં પીચે વધારી ટીમ ઈન્ડિયાની ચિંતા , રાહુલ દ્રવિડે આપ્યો જીતનો મંત્ર- Video

    2 કિમી દોડવા માટે 8.10 મિનિટથી ઓછો સમય લેશે તો...

    જો કોઈ ખેલાડી 2 કિમી દોડવા માટે 8.10 મિનિટથી ઓછો સમય લેશે તો ટીમમાં તેમની પસંદગી કરવામાં આવશે. પહેલી ફિટનેસ ટેસ્ટ 7 જાન્યુઆરીના રોજ થશે, આ ટેસ્ટમાં કોન્ટ્રાક્ટમાં શામેલ તમામ ખેલાડીઓએ ભાગ લેવાનો રહેશે. મહિનામાં ગમે ત્યારે ખેલાડીઓની રેન્ડમ ટેસ્ટ લેવામાં આવી શકે છે.

    મહેલા જયવર્ધનનની ટીમના સલાહકાર તરીકે પસંદગી

    શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તરફથી લીજેન્ડ મહેલા જયવર્ધનનની ટીમના સલાહકાર તરીકે પસંદગી કરવામાં આવી છે. IPL મુંબઈ ઈન્ડિયન્સ માટે કોચની ભૂમિકા ભજવતા મહેલા જયવર્ધન ટીમમાં ફેરફાર કરી રહ્યા છે.

    આ પણ વાંચો : IPL 2022: અમદાવાદની IPL ટીમમાં આ ખેલાડીઓને મળી શકે છે સ્થાન, T20માં છે આ ખેલાડીઓની ધાક

    મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમના કેપ્ટન હતા તે સમયથી ભારતીય ટીમમાં યો યો ટેસ્ટનું ચલણ આવી ગયું છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમની ફિટનેસ અને ફિલ્ડીંગમાં ખૂબ જ સુધારો આવી ગયો છે. વિરાટ કોહલી સહિત રવિન્દ્ર જાડેજા, શ્રેયસ ઐય્યર સહિત અનેક ખેલાડીઓ ફિટનેસના મામલે ખૂબ જ આગળ છે.
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર