Home /News /sport /

ICC T20 World Cup: સુપર-12માં શ્રીલંકા અને બાંગ્લાદેશ ક્વોલિફાય ન કરી શક્યા

ICC T20 World Cup: સુપર-12માં શ્રીલંકા અને બાંગ્લાદેશ ક્વોલિફાય ન કરી શક્યા

ICC T20 World Cup: સુપર-12માં શ્રીલંકા અને બાંગ્લાદેશ ક્વોલિફાય ન કરી શક્યા

અફઘાનિસ્તાન સુપર-12માં સીધું ક્વોલિફાય કરવામાં સફળ રહ્યું

    પૂર્વ ચેમ્પિયન શ્રીલંકા અને બાંગ્લાદેશ નીચલા રેન્કિંગના કારણે મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં સુપર-12 માટે સીધી ક્વોલિફાય કરવામાં સફળ રહી નથી. હવે આ બંનેએ 2020માં યોજાનાર આ ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવવા માટે ગ્રૂપ ચરણની સ્પર્ધામાં ભાગ લેવો પડશે. આઈસીસીએ મંગળવારે સુપર-12 માટે સીધા ક્વોલિફાય કરનાર ટીમોની જાહેરાત કરી હતી. જેમાં રેન્કિંગમાં પાકિસ્તાન, ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને અફઘાનિસ્તાન સામેલ છે.

    શ્રીલંકા અને બાંગ્લાદેશે ટૂર્નામેન્ટના ગ્રૂપ ચરણમાં છ અન્ય ક્વોલિફાયર્સ સાથે રમવું પડશે. આ ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2020 વચ્ચે ઓસ્ટ્રેલિયામાં રમાશે. ક્વોલિફિકેશન માપદંડ પ્રમાણે ટોચની આઠ ટીમો સીધા ક્વોલિફાય કરીને સુપર-12માં સ્થાન મેળવશે.

    શ્રીલંકાના સુકાની લસિથ મલિંગાએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું હતું કે 2014નું ચેમ્પિયન સુપર-12માં સ્થાન બનાવવામાં સફળ રહ્યું નથી પણ મને વિશ્વાસ છે કે અમે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીશું.

    બાંગ્લાદેશના સુકાની શાકિબ અલ હસને કહ્યું હતું કે હાલના પ્રદર્શનથી ટીમનો વિશ્વાસ વધ્યો છે. અમે ટૂર્નામેન્ટમાં આગળ વધીશું નહીં તેવું મને કોઈ કારણ નજર જણાતું નથી. અમે વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-20 શ્રેણી જીતી છે જે વર્લ્ડ ચેમ્પિયન રહ્યું છે. અમને અમારી ક્ષમતાઓ પર ભરોસો વધ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: ICC T20 World Cup, Sri lanka, T20 world cup, આઇસીસી, બાંગ્લાદેશ

    આગામી સમાચાર