બોમ્બ બ્લાસ્ટમાં સહેજ માટે બચ્યો આ ક્રિકેટર, એક નિર્ણયે બચાવી લીધો જીવ!

News18 Gujarati
Updated: April 24, 2019, 7:01 PM IST
બોમ્બ બ્લાસ્ટમાં સહેજ માટે બચ્યો આ ક્રિકેટર, એક નિર્ણયે બચાવી લીધો જીવ!
રવિવારે શ્રીલંકામાં 8 સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા

રવિવારે શ્રીલંકામાં 8 સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ઇસ્ટરના પ્રસંગે શ્રીલંકાની હોટલો અને ચર્ચને નિશાન બનાવ્યા હતા

  • Share this:
રવિવારે શ્રીલંકામાં 8 સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ઇસ્ટરના પ્રસંગે શ્રીલંકાની હોટલો અને ચર્ચને નિશાન બનાવ્યા હતા. જેમાં લગભગ 300 લોકોના મોત થયા છે. આ બ્લાસ્ટમાં શ્રીલંકાનો ક્રિકેટર દાસુન શનાકા બાલ-બાલ બચી ગયો હતો.

ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇંફો સાથે વાતચીત કરતા દાસુન શનાકાએ કહ્યું હતું કે તે ઇસ્ટર પ્રસંગે ચર્ચ જાય છે પણ તે એક દિવસ પહેલા અનુરાધાપુરા ચાલ્યો ગયો હતો. ત્યાંથી આવ્યા પછી હું થાકી ગયો હતો, જેના કારણે ચર્ચ જઈ શક્યો ન હતો. શનાકાએ ખુલાસો કર્યો છે કે જ્યારે તે ઘરે ઊંઘી રહ્યો હતો ત્યારે તેણે ધમાકો સાંભળ્યો હતો. આ પછી તે ચર્ચ ગયો હતો અને ત્યાંની સ્થિતિ જોઈને તેના હોશ ઉડી ગયા હતા.

દાસુન શનાકાએ કહ્યું હતું કે ઇસ્ટરના દિવસે મારી માતા અને દાદી ચર્ચ ગયા હતા. શનાકા જ્યારે ચર્ચ પહોંચ્યો તો બધુ તબાહ થઈ ગયું હતું અને લોકો લાશો બહાર કાઢી રહ્યા હતા. જોકે તે નસબીવાળો હતો કે તેની માતા ચર્ચની બહાર મળી આવ્યા હતા.

આ પણ વાંચો - શ્રીલંકા બ્લાસ્ટ : CCTV ફૂટેજમાં ચર્ચમાં દાખલ થતો જોવા મળ્યો હુમલાખોર, Video

દાસુન શનાકાને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું નથી. તે શ્રીલંકા તરફથી 19 વન-ડે અને 27 ટી-20 મેચ રમ્યો છે


મા મળ્યા પછી શનાકાએ પોતાની દાદીને શોધવાનું શરુ કર્યું હતું. તેને ખબર પડી કે તેની દાદી ચર્ચની અંદર હતા. જેના કારણે શ્રીલંકન ક્રિકેટરના હોશ ઉડી ગયા હતા. જોકે તેના દાદી ચર્ચની અંદર હોવા છતા બચી ગયા હતા. તેમના માથે થોડી ઈજા પહોંચી હતી.દાસુન શનાકાને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું નથી. તે શ્રીલંકા તરફથી 19 વન-ડે અને 27 ટી-20 મેચ રમ્યો છે.
First published: April 24, 2019, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading