Home /News /sport /IPL 2019: સદી ફટકારનાર સંજૂએ વોર્નરને કહ્યું, તે મારો દિવસ બગાડ્યો
IPL 2019: સદી ફટકારનાર સંજૂએ વોર્નરને કહ્યું, તે મારો દિવસ બગાડ્યો
રાજસ્થાન રોયલ RR :
પાછલી કેટલીક સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ રાજસ્થાન રોયલ્સે બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, ક્રિસ મોરિસ અને મુસ્તફિઝુર રહેમાન સહિતના કેટલાક મુખ્ય વિદેશી ખેલાડીઓને મુક્ત કરી ટીમમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આગામી સિઝનમાં બે નવી ટીમો પણ ભાગ લેવાની હોવાથી આઇપીએલની હરાજીમાં ટીમ બનાવવા તેમની સામે પડકાર રહેશે. આ ખેલાડી રિલીઝ કરાયા: બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને મુસ્તફિઝુર રહેમાન
ડેવિડ વોર્નર (37 બોલમાં 69 રન)ના કારણે સનરાઇઝર્સે આ સ્કોર ચેઝ કર્યો હતો
ન્યૂઝ18 ગુજરાતી: રાજસ્થાન રોયલ્સના સ્ટાર બેટ્સમેન સંજૂ સૈમસને હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેજબાન સનરાઈઝર્સની વિરુદ્ધ 55 બોલમાં દસ ફોર અને ચાર સિક્સરની મદદથી 102 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. જેની મદદથી રાજસ્થાન 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 198 રન બનાવી શકી હતી. પરંતુ ડેવિડ વોર્નર (37 બોલમાં 69 રન)ના કારણે સનરાઇઝર્સે આ સ્કોર ચેઝ કર્યો હતો. સંજૂની સદી છતાં તેની ટીમે મેચ ગુમાવી હતી. મેચ પછી સંજૂએ સ્વીકાર કર્યો કે, ઓસ્ટ્રેલિયાના સ્ટાર વોર્નરે તેનો દિવસ બગાડ્યો છે.
મેચ બાદ ડેવિડ વોર્નરે સેમસનનો ઇન્ટવ્યૂ કર્યો હતો. જેમાં તેણે કહ્યું કે, રોયલ્સે 250 રન કર્યા હોત તો જ આ મેચ બચાવી શક્યું હોત. સેમસને વોર્નરને કહ્યું કે, તે મારો દિવસ બગાડી નાંખ્યો. તે જે પ્રમાણે મેચની શરૂઆત કરી તે જોતાં અમે પાવરપ્લેમાં જ મેચ ગુમાવી દીધી હતી. જો તારા જેવો ખેલાડી વિરોધી ટીમમાં હોય તો અમને 250 રનની જરૂર પડશે.
.@davidwarner31: Fantastic innings mate! Well played! @IamSanjuSamson: David, you destroyed my day, my 100 was not enough!!
સાથે જ વોર્નરે પણ સેમસનના વખાણ કર્યા હતા. વોર્નરે કહ્યું કે, તેણે બતાવ્યું કે આ મુશ્કેલ પીચ પર કેવી રીતે બેટિંગ કરવી. અમને સારી શરૂઆત ન મળી અને સંજૂએ સરસ પારી રમી. તેણે ખરેખર સારી બેટિંગ કરી. મને લાગતું નહોતું કે આ વિકેટ પર 200 રન બનાવી શકાય છે. તેણે અમને બતાવ્યું કે આ વિકેટ પર કેવી રીતે બેટિંગ કરવાની છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર