Home /News /sport /IPL 2021SRH vs RR: હૈદરાબાદે રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું, વિલિયમસન-રોયની ફિફ્ટી

IPL 2021SRH vs RR: હૈદરાબાદે રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું, વિલિયમસન-રોયની ફિફ્ટી

રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

IPL 2021, Sunrisers Hyderabad vs Rajasthan Royals Live Cricket Score: સનરાઈઝર્સ હૈદરાબાદ અત્યારે પોઈન્ટ ટેબલ પર છેલ્લા સ્થાને છે અને રાજસ્થાન રોયલ્સ છઠ્ઠા સ્થાને છે. રાજસ્થાને પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરાવાનો નિર્ણય કર્યો હતો.

વધુ જુઓ ...
નવી દિલ્હી: સફેદ બોલ ક્રિકેટના શ્રેષ્ઠ ઓપનરોમાંથી એક જેસન રોય ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021) ની 40 મી મેચમાં જોવા મળ્યો હતો. જેસન રોય, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી ડેબ્યુ કરતી વખતે, શાનદાર અડધી સદી ફટકારી હતી અને રાજસ્થાન રોયલ્સ (RR) સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 164 રન બનાવ્યા હતા પરંતુ જેસન રોય અને વિલિયમ્સનની શાનદાર બેટિંગથી હૈદરાબાદને સિઝનની બીજી જીત મળી હતી. ટીમે 18.3 ઓવરમાં 3 વિકેટે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

IPL 2021, Sunrisers Hyderabad vs Rajasthan Royals Live Cricket Score



  • ટીમે 18.3 ઓવરમાં 3 વિકેટે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

  • 13મી ઓવરમા3ં પ્રિયંક ગર્ગ શૂન્ય રન કરીને મુસ્તફિઝુર રહેમાનનો શિકાર બન્યો હતો.

  • 12મી ઓવરના છેલ્લાબોલ પર જેસન રોય 60 રન કરીને આઉટ થયો હતો.

  • પાંચમી ઓવરના પ્રથમ બોલ પર રિદ્ધિમાન સાહા 18 રન કરીને આઉટ થયો હતો. 

  • 20 ઓવરના અંતે રાજસ્થાને 164 રન કરીને પાંચ વિકેટ ગુમાવી હતી. અને હૈદરાબાદને જીત માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો.,

  • છેલ્લી ઓવરના ચોથા બોલ પર રિયાન પરાગ પણ આટ થયો હતો.

  • અંતિમ ઓવરમાં સંજૂ સૈમસન 82 રન  કરીને આઉટ થયો હતો.

  • રાજસ્થાનના કેપ્ટ સંજૂ સૈમસનની ફિફ્ટી

  • 10મી ઓવરના પહેલા બોલ પર લિયમ લિવિંગસ્ટોન 4 રન કરીને રાશિદ ખાનનો શિકાર બન્યો ત્યારે ટીમનો સ્કોર 77/3 હતો.

  • 8મી ઓવરના ચોથા બોલ યશસ્વી જયસ્વાલ 36 રન કરીને સંદિપ શર્માનો શિકાર થયો હતો.

  • 1લી ઓવરના પ્રથમ બોલ પર ભુવનેશ્વરે એવિન લુઈસ  6 રન કરીને આઉટ થયો હતો ત્યારે રાજસ્થાનનો સ્કોર 11/1 હતો.

  • રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્મણ કર્યો છે.


જેસન રોયે રિદ્ધિમાન સાહા સાથે મળીને હૈદરાબાદને ઝડપી શરૂઆત આપી. બંનેએ પ્રથમ વિકેટ માટે 57 રન જોડ્યા. આ પછી, રોયે કેપ્ટન વિલિયમસન સાથે મળીને રાજસ્થાનને મેચમાંથી બહાર કાવા માટે બીજી અડધી સદીની ભાગીદારી કરી. જેસન રોયે 42 બોલમાં 60 રન બનાવ્યા હતા. 8 ચોગ્ગા અને એક છગ્ગો. સાહા 18 અને પ્રિયમ ગર્ગ શૂન્ય રને આઉટ થયા હતા. કેન વિલિયમસન 51 અને અભિષેક શર્મા 21 રને અણનમ રહ્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે અણનમ 48 રનની ભાગીદારી કરી. વિલિયમસને 41 બોલનો સામનો કર્યો હતો. 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો.

રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન (Rajasthan Royals): ઇવિન લુઇસ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, લિયામ લિવિંગસ્ટોન, મહિપાલ લોમર, રિયાન પરાગ, રાહુલ તેવાટિયા, ક્રિસ મોરિસ, ચેતન સાકરિયા, જયદેવ ઉનડકટ અને મુસ્તિફિઝુર રહેમાન.

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન (Sunrisers Hyderabad) : જેસન રોય, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, રશીદ ખાન, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ અને સંદીપ શર્મા.
First published:

Tags: Ipl 2021, Ipl live, IPL Live Score, SRH

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો