Home /News /sport /

SRH vs DC: બોલરો ઝળક્યા, દિલ્હી કેપિટલ્સનો 39 રને વિજય

SRH vs DC: બોલરો ઝળક્યા, દિલ્હી કેપિટલ્સનો 39 રને વિજય

દિલ્હી કેપિટલ્સ - 155/7, હૈદરાબાદ - 116, રબાડાએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી

દિલ્હી કેપિટલ્સ - 155/7, હૈદરાબાદ - 116, રબાડાએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી

    બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-12માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 39 રને વિજય મેળવ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 18.5 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. દિલ્હી તરફથી રબાડાએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. મોરિસ અને પૌલને 3-3 વિકેટ મળી હતી.

    બેરિસ્ટો 31 બોલમાં 41 રન બનાવી પૌલનો શિકાર બન્યો હતો. વોર્નર અને બેરિસ્ટોએ પ્રથમ વિકેટ માટે 72 રન બનાવ્યા હતા. વિલિયમ્સન 3 રન બનાવી સસ્તામાં આઉટ થયો હતો. ભુઈ 7 રને પૌલનો શિકાર બન્યો હતો. વોર્નરે બાજી સંભાળતા 47 બોલમાં 51 રન બનાવ્યા હતા. જોકે તે અડધી સદી ફટકારી આઉટ થયો હતો. વિજય શંકર (1) અને દિપક હુડ્ડા (3)સસ્તામાં આઉટ થતા પરાજય નિશ્ચિત બન્યો હતો.

    શ્રેયસ ઐયરના 45 અને કોલિન મૂનરોના 40 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-12માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 155 રન બનાવી લીધા છે.હૈદરાબાદને 156 રનનો પડકાર મળ્યો છે.

    પૃથ્વી શો 4 રને ખલીલ અહમદનો શિકાર બન્યો હતો. શિખર ધવન પણ વધારે ટકી ન શકતા 7 રને આઉટ થયો હતો. મૂનરો 24 બોલમાં 40 રન બનાવી આઉટ થયો હતો.

    દિલ્હી કેપિટલ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. હૈદરાબાદની કેપ્ટનશિપ કેન વિલિયમ્સન કરી રહ્યો છે. નબીના સ્થાને વિલિયમ્સનનો સમાવેશ કરાયો છે. દિલ્હીની ટીમમાં બે ફેરફાર કરાયા છે. રાહુલ તેવાટિયા અને ઇનગ્રામના સ્થાને અમિત મિશ્રા અને કોલિન મૂનરોનો સમાવેશ કરાયો છે. હૈદરાબાદની ટીમમાં ચાર ફેરફાર કરાયા છે.

    બંને ટીમો આ પ્રકારે છે

    સનરાઇઝર્સ હૈદરાબાદ - ડેવિડ વોર્નર, જોની બેરિસ્ટો, કેન વિલિયમમ્સન, વિજય શંકર, રિકી ભુઇ, દીપક હુડ્ડા, રાશિદ ખાન, અભિષેક શર્મા, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા, ખલીલ અહમદ.

    દિલ્હી કેપિટલ્સ - પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ ઐયર, રિષભ પંત, કોલિન મૂનરો, ક્રિસ મોરિસ, અક્ષર પટેલ, કાગિસો રબાડા, ઇશાંત શર્મા, કીમો પૌલ, અમિત મિશ્રા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ipl 2019, Live score

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन