નવી દિલ્હી. જમ્મુ-કાશ્મીરના પેસર ઉમરાન મલિકે (Umran Malik) આઇપીએલમાં (IPL 2021) પોતાની ડેબ્યૂ મેચમાં જ પોતાની બોલિંગથી તમામ લોકોને પ્રભાવિત કર્યા છે. તેણે કોલકાતા નાઇટરાઇડર્સની (Kolkata Knight Riders) વિરુદ્ધ મેચથી આ ટી20 લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sun Risers Hyderabad) માટે રવિવારે ડેબ્યૂ કર્યું. ઉમરાન મલિકે આ દરમિયાન 150.06 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેંક્યો જે આ સીઝનમાં કોઈ ભારતીય દ્વારા ફેંકવામાં આવેલો સૌથી ઝડપી બોલ છે.
દુબઈમાં રમાયેલી આ મેચમાં જોકે ઉમરાનની ટીમ હૈદરાબાદને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. હૈદરાબાદની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 115 રન કર્યા. તેના જવાબમાં કોલકાતાએ લક્ષ્યને બે બોલ બાકી હતા ત્યારે જ પ્રાપ્ત કરી દીધું. કોલકાતાની ટીમ આ જીતની સાથે પ્લેઓફની રેસમાં બરકરાર છે જ્યારે હૈદરાબાદ પહેલા જ આ દોડમાંથી બહાર થઈ ચૂકી છે. KKRની આ 13 મેચમાં છઠ્ઠી જીત છે. ટીમ 12 પોઇન્ટ સાથે ટેબલમાં ચોથા નંબરે છે.
ટી. નટરાજન (T. Natarajan) કોવિડ-19 પોઝિટિવ (Covid-19 Positive) થયા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે જમ્મુ-કાશ્મીરના પેસર ઉમરાન મલિકને ટીમમાં શોર્ટ ટર્મ રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કર્યો છે. ઉમરાન સનરાઇઝર્સ હૈદરાબાદનો નેટ બોલર હતો. જ્યાં સુધી નટરાજન આ ઘાતક વાયરસથી બહાર નહીં આવે ત્યાં સુધી ઉમરાન ટીમનો હિસ્સો રહેશે.
21 વર્ષના ઉમરાનને (Umran Malik) ભલે કોઈ વિકેટ ન મળી હોય પરંતુ તેણે 4 ઓવરમાં કુલ 27 રન જ આપ્યા. તેણે ટી20 ક્રિકેટમાં પોતાનું ડેબ્યૂ આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર તરફથી રમતા કર્યું હતું. મલિકને કેકેઆરની વિરુદ્ધ મેચમાં ફાસ્ટ બોલર સંદીપ શર્માના સ્થાને હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવનમાં (SRH Playing XI) સામેલ કરવામાં આવ્યો હતો. તેણે દુબઈમાં કોલકાતા નાઇટરાઇડર્સની (SRH Vs KKR) વિરુદ્ધ ઇનિંગની ચોથી ઓવરમાં પોતાની ગતિથી તમામ લોકોને પ્રભાવિત કર્યા.
આ પહેલા મોહમ્મદ સિરાજ 146.68ની ડિલીવરી સાથે IPL 2021માં સૌથી ફાસ્ટ બોલર હતો. મલિકે જમ્મુ-કાશ્મીર માટે એક લિસ્ટ-એ અને એક જ ટી-20 મેચ રમી છે અને કુલ 4 વિકેટ ઝડપી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર