Home /News /sport /IPL સ્પોટ ફિક્સિંગ પર શ્રીસંતનો મોટો ખુલાસો, કહ્યું- 10 લાખ રૂપિયા માટે હું આવું શું કામ કરું

IPL સ્પોટ ફિક્સિંગ પર શ્રીસંતનો મોટો ખુલાસો, કહ્યું- 10 લાખ રૂપિયા માટે હું આવું શું કામ કરું

આઈપીએલ સ્પોટ ફિક્સિંગ મામલે શ્રસંતે મોટુ નિવેદન આપ્યું છે.

પૂર્વ ભારતીય બોલર એસ શ્રીસંતે IPL સ્પોટ ફિક્સિંગ પર મોટું નિવેદન આપ્યું છે. 2013 માં રાજસ્થાન રોયલ્સ (Rajsthan Royal) ટીમનો ભાગ રહેલા શ્રીસંતની સ્પોટ ફિક્સિંગ (spot fixing)ના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

  નવી દિલ્હી: આઈપીએલ સ્પોટ ફિક્સિંગ (IPL spot fixing) કેસમાં ટીમ ઈન્ડિયાના (Team India) પૂર્વ ઝડપી બોલર એસ. શ્રીસંતે (s sreesanths) મોટો ખુલાસો કર્યો છે. બે વખતના વર્લ્ડ ચેમ્પિયન ફાસ્ટ બોલરે સવાલ પર કહ્યું કે માત્ર 10 લાખ રૂપિયા માટે હુ આવુ શું કામ કરુ... મહત્વનું છે કે, શ્રીસંતની સાથે સ્પોટ ફિક્સિંગ કેસમાં રાજસ્થાન રોયલ્સના બે ક્રિકેટરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. સ્પોટ ફિક્સિંગના આ કિસ્સામાં ભારતીય ક્રિકેટમાં ભૂકંપ આવ્યો હતો.

  જોકે હવે શ્રીસંતે વર્ષ 2013ના એ સ્પોટ ફિક્સિંગને લઈને મોટો ખુલાસો કર્યો છે. એક ખાનગી વેબ પોર્ટલ સાથે વાત કરતા શ્રીસંતે કહ્યું, "આ પહેલો ઇન્ટરવ્યૂ છે જેમાં હું તેના વિશે કંઇક કહી રહ્યો છું અથવા સમજાવી રહ્યો છું. એક ઓવરમાં 14થી વધુ રનની જરૂર હતી. મેં 4 બોલમાં માત્ર 5 રન આપ્યા હતા. નો બોલ, કોઈ વાઈડ નથી અને ધીમા બોલ પણ નથી. મારા પગ પર 12 સર્જરી પછી પણ, હું 130થી વધુની ઝડપથી બોલિંગ કરતો હતો.

  વર્ષ 2013 વિશે વાત કરતાં તેણે કહ્યું, "મેં ઈરાની ટ્રોફીમાં ભાગ લીધો હતો અને હું આફ્રિકા સામેની શ્રેણી માટે તૈયાર થઈ રહ્યો હતો જે સપ્ટેમ્બર 2013 માં યોજાવાની હતી. અમે વહેલા જઈ રહ્યા હતા. મારો ઉદ્દેશ તે શ્રેણીનો ભાગ બનવાનો હતો. આવી વ્યક્તિ 10 લાખ રૂપિયા માટે આવું કંઈ ન કરે. હું મોટી વાત નથી કરતો પણ જ્યારે હું પાર્ટી કરતો હતો ત્યારે મારા બિલ લગભગ 2 લાખ રૂપિયા આવતા હતા.

  પ્રતિબંધ હટાવ્યા બાદ શ્રીસંતે આ વર્ષની શરૂઆતમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સાથે સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરી હતી. તેણે કેરળ માટે પાંચ મેચ રમી, 27 ની સ્ટ્રાઇક રેટ અને 9.88 ના ઇકોનોમી રેટ પર ચાર વિકેટ લીધી. શ્રીસંતે 2005 માં શ્રીલંકા સામે નાગપુરમાં વનડેમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. 2007 ની ટી -20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનના મિસ્બાહ-ઉલ-હકનો કેચ પકડ્યા બાદ તેની લોકપ્રિયતા વધી હતી. બાદમાં તે 2011 માં વન વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો પણ એક ભાગ હતો.

  આ પણ વાંચો: ચેન્નાઈનો કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોની ક્યારે લેશે આઈપીએલમાંથી સંન્યાસ, આ ખેલાડીએ કરી ભવિષ્યવા

  શ્રીસંત છેલ્લે વર્ષ 2013માં રાજસ્થાન રોયલ્સ માટે આઇપીએલ રમ્યો હતો. તેના નામે 44 મેચમાં 40 વિકેટ છે. 2005માં આંતરરાષ્ટ્રીય પદાર્પણ કરનાર શ્રીસંતે 87 ટેસ્ટ અને 75 વન ડે વિકેટ ઝડપી છે. તે 2007માં ટી20 વિશ્વકપ અને 2011માં વન ડે વિશ્વકપ જીતનારી ટીમનો હિસ્સો હતો.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Ipl history, S sreesanth, Spot Fixing

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन