સ્પોટ ફિકિસંગ: ક્રિકેટર શ્રીસંતને રાહત, સુપ્રીમ કોર્ટે આજીવન પ્રતિબંધ હટાવ્યો

એસ શ્રીસંત પર આઈપીએલ સ્પોટ ફિક્સિંગ હેઠળ લાઇફ બૅન લગાવવામાં આવ્યો હતો

News18 Gujarati
Updated: March 15, 2019, 12:09 PM IST
સ્પોટ ફિકિસંગ: ક્રિકેટર શ્રીસંતને રાહત, સુપ્રીમ કોર્ટે આજીવન પ્રતિબંધ હટાવ્યો
એસ શ્રીસંત પર આઈપીએલ સ્પોટ ફિક્સિંગ હેઠળ લાઇફ બૅન લગાવવામાં આવ્યો હતો
News18 Gujarati
Updated: March 15, 2019, 12:09 PM IST
ક્રિકેટર એસ શ્રીસંત પર સુપ્રીમ કોર્ટે આઈપીએલ સ્પોટ ફિકિસંગ મામલામાં આજીવન પ્રતિબંધ હટાવી દીધો છે. સુપ્રીમે બીસીસીઆઈને શ્રીસંતને આપવામાં આવેલી સજાની અવધિ પર નવેસરથી પુન:વિચાર કરવા માટે કહ્યું છે. શ્રીસંત પર સ્પોટ ફિક્સિંગ હેઠળ લાઇફ બૅન લગાવવામાં આવ્યો હતો. પરંતુ હવે બીસીસીઆઈને ત્રણ મહિનાની અંદર તેની પર ફરીથી વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

શ્રીસંત હાલમાં ખૂબ જ ચર્ચાસ્પદ સ્પોટ ફિકિસંગ મામલામાં સામેલગીરીના કારણે લાઇફ બૅનનો સામનો કરી રહ્યો છે. શ્રીસંતના કથિત સ્ટોપ ફિક્સિંગથી સંબંધિત અપરાધિક મામલામાં નીચલી કોર્ટ 2015માં આરોપ મુક્ત કરી ચૂકી છે.

Spot fixing case: Supreme Court asked the BCCI to reconsider its order of life ban on S Sreesanth (file pic) pic.twitter.com/fgF3iAUDx7


 આ પહેલા આ પિટિશનની સુનાવણી દરમિયાન શ્રીસંત તરફથી દલીલ રજૂ કરવામાં આવી હતી કે બીસીસીઆઈ દ્વારા તેની પર લગાવવામાં આવેલો બૅન ખૂબ જ કઠોર છે અને આ દાવાના સમર્થનમાં કોઈ સાક્ષ્ય નથી કે તે કોઈ ગેરકાયદેસર ગતિવિધિમાં સામેલ હતો.

આ અગાઉ કેરળ હાઈકોર્ટે શ્રીસંત પર બીસીસીઆઈ દ્વારા લગાવવામાં આવેલા આજીવન પ્રતિબંધને કાયમ રાખ્યો હતો. આ ચુકાદાને શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. બીસીસીઆઈએ 15 મે, 2018ના રોજ શ્રીસંતની તે અપીલનો વિરોધ કર્યો હતો.
First published: March 15, 2019
વધુ વાંચો अगली ख़बर