Home /News /sport /રેસલિંગ ફેડરેશન સામે ખેલ મંત્રાલયની મોટી કાર્યવાહી, સહાયક સચિવ વિનોદ તોમરને કર્યા સસ્પેન્ડ
રેસલિંગ ફેડરેશન સામે ખેલ મંત્રાલયની મોટી કાર્યવાહી, સહાયક સચિવ વિનોદ તોમરને કર્યા સસ્પેન્ડ
રેસલિંગ ફેડરેશન સામે સરકારની મોટી કાર્યવાહી
ખેલ મંત્રાલયે રેસલિંગ ફેડરેશન (WFI)ના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમરને સસ્પેન્ડ કરી દીધા છે. તોમરે બ્રિજભૂષણ શરણ સિંહના સમર્થનમાં ધરણા પર બેઠેલા કુસ્તીબાજોના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા. આથી, તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ઘણા કુસ્તીબાજોના વિરોધ વચ્ચે ખેલ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. મંત્રાલયે રેસલિંગ ફેડરેશન (WFI)ના સહાયક સચિવ વિનોદ તોમરને સસ્પેન્ડ કરી દીધા છે. જણાવી દઈએ કે, તોમર સામે આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે તેણે બ્રિજભૂષણ સિંહના સમર્થનમાં ધરણા પર બેઠેલા કુસ્તીબાજોના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા.
રેસલિંગ ફેડરેશન (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો બચાવ કરતા વિનોદ તોમરે તેમના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા તોમરે કહ્યું હતું કે, દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠેલા કુસ્તીબાજોએ WFI પ્રમુખ વિરુદ્ધ જાતીય સતામણી અને નાણાકીય અનિયમિતતાના આરોપો માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
તોમરે કહ્યું હતું કે, 'આ આરોપો પાયાવિહોણા છે. ત્રણ-ચાર દિવસ થઈ ગયા (ધરણા પર બેઠેલા કુસ્તીબાજો) અને તેઓએ હજુ સુધી કોઈ પુરાવા રજૂ કર્યા નથી. હું છેલ્લા 12 વર્ષથી તેની સાથે જોડાયેલો છું અને મેં ક્યારેય આવી કોઈ ઘટના કે આરોપ જોયા નથી.તેમણે કહ્યું કે, WFI પ્રમુખે કેન્દ્રીય ખેલ મંત્રાલય દ્વારા તેમની સામેની તપાસ બાકી છે તે પદ છોડી દીધું છે.
તોમરે કહ્યું કે, 'તેમની સામે ચાલી રહેલી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમણે પોતાના પદ પરથી દૂર થયા છે. તેમણે રાજીનામું આપ્યું નથી, પરંતુ WFI ના રોજબરોજના કામકાજથી પોતાને દૂર રાખ્યા છે.
WFI ચીફ અને અન્ય ટોચના અધિકારીઓ સામેની તેમની ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે તેવી સરકાર તરફથી કાર્યવાહીની બાંયધરી મળ્યા બાદ ભારતીય કુસ્તીબાજોએ શુક્રવારે મોડી રાત્રે તેમનો ધરણાનો અંત લાવ્યો હતો.
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ધરણા પર બેઠેલા સ્ટાર કુસ્તીબાજો સાથે મોડી રાત સુધી વાતચીત કર્યા બાદ જાહેરાત કરી હતી કે, ઓલિમ્પિયન એમસી મેરી કોમની આગેવાની હેઠળની સાત સભ્યોની 'મોનિટરિંગ કમિટી' બ્રિજભૂષણ શરણ સિંહ સામેના આરોપોની તપાસ પૂર્ણ નહીં કરે, ત્યાં સુધી તે WFI ના રોજબરોજની બાબતોથી દૂર રહેશે. રમતગમત મંત્રીએ કહ્યું હતું કે, તપાસ સમિતિને પોતાનો રિપોર્ટ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર