Home /News /sport /રમત મંત્રાલયે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો 2022ની કરી જાહેરાત, જાણો કોને મળ્યો ક્યો એવોર્ડ

રમત મંત્રાલયે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો 2022ની કરી જાહેરાત, જાણો કોને મળ્યો ક્યો એવોર્ડ

રમત મંત્રાલયે કરી પુરસ્કારોની જાહેરાત

Sports Ministry Announced National Sports Awards 2022: વરિષ્ઠ ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરત કમલને દેશના શ્રેષ્ઠ રમત પુરસ્કાર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. અર્જુન એવોર્ડ માટે 25 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં સિનિયર બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણય પણ સામેલ છે.

વધુ જુઓ ...
    Sports Ministry Announced National Sports Awards 2022: વરિષ્ઠ ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરત કમલને દેશના શ્રેષ્ઠ રમત પુરસ્કાર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. અર્જુન એવોર્ડ માટે 25 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં સિનિયર બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણય પણ સામેલ છે.

    આ સિવાય બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતા એલ્ડોસ પોલ, અવિનાશ સાબલે, યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન અને વર્લ્ડ ચેમ્પિયન બોક્સર નિખત ઝરીનને પણ અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. દ્રોણાચાર્ય એવોર્ડ માટે સાત કોચની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 30 નવેમ્બરે તમામ ખેલાડીઓ અને કોચને આ સન્માન આપશે.

    વર્ષ 2022માં રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે  અર્જુન પુરસ્કાર

    વર્ષ 2022માં શ્રેષ્ઠ પ્રદર્શન કરાનારા ભારતીય ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. જેમાં સીમા પુનિયા (એથ્લેટિક્સ), એલ્ડોસ પોલ (એથ્લેટિક્સ), અવિનાશ મુકુંદ સાબલે (એથ્લેટિક્સ), લક્ષ્ય સેન (બેડમિન્ટન), એચએસ પ્રણોય (બેડમિન્ટન), અમિત (બોક્સિંગ), નિખત ઝરીન (બોક્સિંગ), ભક્તિ પ્રદીપ કુલકર્ણી (ચેસ), આર. પ્રજ્ઞાનંદ (ચેસ), દીપ ગ્રેસ એક્કા (હોકી), સુશીલા દેવી (જુડો), સાક્ષી કુમારી (કબડ્ડી), નયન મોની સૈકિયા (લૉન બાઉલ), સાગર કૈલાસ ઓવલકર (મલ્લખામ્બ), ઈલાવેનિલ વાલારિવન (શૂટિંગ), ઓમપ્રકાશ મિથરવાલ (શૂટિંગ). ), શ્રીજા અકુલા (ટેબલ ટેનિસ), વિકાસ ઠાકુર (વેઈટલિફ્ટિંગ), અંશુ (કુસ્તી), સરિતા (કુસ્તી), પરવીન (વુશુ), માનસી ગિરીશચંદ્ર જોશી (પેરા બેડમિન્ટન), તરુણ ધિલ્લોન (પેરા બેડમિન્ટન), સ્વપ્નિલ સંજય પાટીલ (પારા) સ્વિમિંગ) ) અને જર્લિન અનિકા જે (ડેફ બેડમિન્ટન)નો સમાવેશ થાય છે,

    મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારઃ અચંતા શરથ કમલ

    દ્રોણાચાર્ય પુરસ્કાર:  (સામાન્ય કેટેગરી)

    જીવનજોત સિંહ તેજા (તીરંદાજી), મોહમ્મદ અલી કમર (બોક્સિંગ), સુમા સિદ્ધાર્થ શિરુર (પેરા શૂટિંગ), સુજીત માન (કુસ્તી).

    ધ્યાનચંદ પુરસ્કાર:   (લાઇફટાઇમ કેટેગરી)

    દિનેશ જવાહર લાડ (ક્રિકેટ), બિમલ પ્રફુલ્લ ઘોષ (ફૂટબોલ), રાજ સિંહ (કુસ્તી).

    વર્ષ 2022માં લાઈફ ટાઈફ અચીવમેન્ટ માટે ધ્યાનચંદ એવોર્ડ અશ્વિની અક્કુંજી સી (એથ્લેટિક્સ), ધરમવીર સિંહ (હોકી), બીસી સુરેશ (કબડ્ડી), નીર બહાદુર ગુરુંગ (પેરા એથ્લેટિક્સ).

    રાષ્ટ્રીય રમત પ્રમોશન એવોર્ડ 2022

    ટ્રાન્સસ્ટેડિયા એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ, કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી, લદ્દાખ સ્કી એન્ડ સ્નોબોર્ડ એસોસિએશન.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन