Home /News /sport /

જે રમતમાં14 વર્ષની ઉંમરે જીત્યો હતો ગોલ્ડ મેડલ... 24 વર્ષમાં વર્લ્ડ ચેમ્પિયને એ જ રમતની પ્રેક્ટિસમાં ગુમાવ્યો જીવ

જે રમતમાં14 વર્ષની ઉંમરે જીત્યો હતો ગોલ્ડ મેડલ... 24 વર્ષમાં વર્લ્ડ ચેમ્પિયને એ જ રમતની પ્રેક્ટિસમાં ગુમાવ્યો જીવ

કલાની ડેવિડનું અવસાન (Kalani David/Instagram)

Former Junior World Surfing Champion Kalani Davide passes away : કલાની ડેવિડ માટે સર્ફિંગ અને સ્કેટિંગ જ સર્વસ્વ હતું અને તેની ગંભીર બીમારી વિશે જાણ્યા છતાં તે તેને છોડવા માંગતા ન હતા. ડેવિડે સ્ટેબ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, જો આ જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે. અને જો મારે સ્કેટિંગ અથવા સર્ફિંગ વચ્ચે પસંદગી કરવી હોય, તો હું મૃત્યુ પસંદ કરીશ.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: કલાની ડેવિડ માટે સર્ફિંગ અને સ્કેટિંગ જ સર્વસ્વ હતું અને તેની ગંભીર બીમારી વિશે જાણ્યા છતાં તે તેને છોડવા માંગતા ન હતા. ડેવિડે સ્ટેબ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, જો આ જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે. અને જો મારે સ્કેટિંગ અથવા સર્ફિંગ વચ્ચે પસંદગી કરવી હોય, તો હું મૃત્યુ પસંદ કરીશ.

  ભૂતપૂર્વ જુનિયર વર્લ્ડ સર્ફિંગ ચેમ્પિયન કલાની ડેવિડે કોસ્ટા રિકામાં પ્રેક્ટિસ દરમિયાન જીવ ગુમાવ્યો હતો. પ્રેક્ટિસ દરમિયાન કલાનીને આંચકો આવ્યો હતો, જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. તેમનું પૂરું નામ કલાની ડેવિડ ફીની બેરિએન્ટોસ હતું અને તેઓ માત્ર 24 વર્ષના હતા. કહેવામાં આવી રહ્યું છે કે, ડેવિડનું મૃત્યુ 17 સપ્ટેમ્બરે થયું હતું.

  સર્ફિંગ કરતી વખતે થયું મૃત્યું

  ડેવિડ કોસ્ટાનું મૃત્યું થયું ત્યારે તે રિકાના પેસિફિક કિનારે આવેલા નાના શહેર જેકોમાં પ્લેયા ​​હર્મોસા પર સર્ફિંગ કરી રહ્યો હતો, કોસ્ટા રિકાની સત્તાવાર તપાસ શાખાએ પ્રેસને રમતવીરના મૃત્યુ વિશે માહિતી આપી. સંદેશમાં કહેવામાં આવ્યું છે કે- તે સર્ફિંગ કરી રહ્યો હતો જ્યારે તેને કોઈ પ્રકારનો સ્ટ્રોક આવ્યો અને તે ડૂબી ગયો. તેમના મૃત્યુની તપાસ હજુ ચાલુ છે.

  ખરેખર, ડેવિડ વોલ્ફ-પાર્કિન્સન-વ્હાઈટ સિન્ડ્રોમથી પીડિત હતો, જે હૃદય રોગ છે. વુલ્ફ-પાર્કિન્સન-વ્હાઈટ સિન્ડ્રોમમાં, હૃદયના ધબકારા ખૂબ જ ઝડપી બને છે, જે લકવો અને હુમલા તરફ દોરી શકે છે. આ બિમારીમાં, અચાનક જ ધબકારા વધી શકે છે અને આ સમસ્યા થોડીક સેકન્ડ અથવા કલાકો સુધી ચાલુ રહે છે. આ સમસ્યા વર્કઆઉટ અથવા આરામ કરતી વખતે થઈ શકે છે.

  આ પણ વાંચો: 6,6,6,6,6... રોહિત શર્માના સાથી ખેલાડીએ 5 બોલમાં 5 છગ્ગા માર્યા, 500ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા રન

  બિમારીની જાણ હોવા છતાં શોખ ના છોડ્યો

  કલાની ડેવિડને તેની બીમારીની પહેલાથી જ જાણ હતી, તેમ છતાં તેનો સર્ફિંગ પ્રત્યેનો પ્રેમ ઓછો થયો ન હતો. તેની બીમારી વિશે જાણીને તે સર્ફિંગ કરી રહ્યો હતો અને આ જ તેના મૃત્યુનું કારણ બન્યું. ડેવિડ પોતાની બીમારીના કારણે ઘણી વખત મોતનો સામનો કરી ચૂક્યો હતો.

  બીચગ્રિટના જણાવ્યા અનુસાર, 2016 માં ઓહુ હવાઈમાં લગભગ મૃત્યુ પામ્યો હતો, પરંતુ લગભગ 6 કલાક પછી મિત્રો દ્વારા તેની શોધ થઈ હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તે બે દિવસ કોમામાં રહ્યો. તેને પ્રથમ સ્ટ્રોક તેના થોડા મહિના પહેલા કેલિફોર્નિયાના ઓશનસાઇડમાં સ્કેટપાર્કમાં આવ્યો હતો. તેણે હૃદયના એક સ્નાયુને દૂર કરવા માટે સર્જરી કરાવી હતી.

  હું મૃત્યુ પસંદ કરીશ

  ડેવિડ માટે સર્ફિંગ અને સ્કેટિંગ જ સર્વસ્વ હતું અને તેની ગંભીર બીમારી વિશે જાણવા છતાં તે તેને છોડવા માંગતો ન હતો. ડેવિડે સ્ટેબ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, જો તે જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે. અને જો મારે સ્કેટિંગ અથવા સર્ફિંગ વચ્ચે પસંદગી કરવી હોય, તો હું મૃત્યુ પસંદ કરીશ.

  ડેવિડનો જન્મ હવાઈમાં કોસ્ટા રિકામાં થયો હતો. તેની માતા અહીંની હતી. તેણે સ્કેટબોર્ડર તરીકે પણ સ્પર્ધા કરી. 2012માં અંડર-16 કેટેગરીમાં સ્પર્ધા કરીને ડેવિડે પનામામાં યોજાયેલી જુનિયર વર્લ્ડ સર્ફિંગ ચેમ્પિયનશિપ જીતી હતી. જ્યારે ડેવિડે ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે તે માત્ર 14 વર્ષનો હતો.

  તેમના મૃત્યુના સમાચાર ફેલાતાં જ મિત્રો અને સહકર્મીઓએ સોશિયલ મીડિયા પર ડેવિડને શ્રદ્ધાંજલિ આપી હતી. કેલી સ્લેટર, સર્ફિંગમાં સૌથી પ્રખ્યાત ચહેરાઓમાંની એક, ડેવિડના પરિવારને તેણીએ સંવેદના વયક્ત કરી હતી. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ડેવિડને "પૃથ્વી પર અત્યાર સુધીના સૌથી પ્રતિભાશાળી સર્ફર્સ/સ્કેટર્સમાંના એક" તરીકે ઓળખાવ્યો.
  Published by:mujahid tunvar
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन