ભારત ન્યૂઝિલેન્ડની T20માં મહિલાએ પોસ્ટર બતાવી પૂછ્યું, 'પંડ્યા આજ કર કે આયા ક્યા?'

News18 Gujarati
Updated: February 10, 2019, 4:05 PM IST
ભારત ન્યૂઝિલેન્ડની T20માં મહિલાએ પોસ્ટર બતાવી પૂછ્યું, 'પંડ્યા આજ કર કે આયા ક્યા?'
કોફી વિથ કરણમાં હાર્દિકે આપેલા વિવાદાસ્પદ નિવેદનના સંદર્ભમાં ભારત ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચમાં મહિલાએ પોસ્ટર બતાવી પૂછ્યું, પંડ્યા આજ કરકે આયા ક્યાં?

ભારતીય ટીમની ટી શર્ટ પહેરીને બેસેલી મહિલા સમર્થકે પોસ્ટર બતાવતા હાર્દિક પંડ્યાનો વિવાદ ફરી ઇન્ટરને પર ટ્રેન્ડ થયો હતો.

  • Share this:
રાકા મુખર્જી : હાર્દિક પંડ્યાએ કોફી વિથ કરણમાં જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તેના પડઘા હજુ પણ શાંત પડ્યા નથી. બીસીસીઆઈના સસ્પેન્શન અને ટીમમાં પુનરાગમન બાદ પણ ક્રિકેટ ચાહકો હાર્દિકને ઇન્ટરનેટ પર ટ્રોલ કરી રહ્યાં છે.

8મી ફેબ્રુઆરીએ યોજાયેલી ઇન્ડિયા ન્યૂઝિલેન્ડની T20 મેચમાં એક મહિલા સમર્થકે પોસ્ટર બતાવીને હાર્દિકને સવાલ કર્યો હતો કે 'પંડ્યા આજ કર કે આયા ક્યા?'

આ પોસ્ટરના માધ્યમથી મહિલાએ હાર્દિક પંડ઼યાનું એ નિવેદન યાદ અપાવ્યું જે તેણે કોફી વિથ કરણમાં આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાર્દિક શારીરિક સંબંધો વિશે જણાવ્યું હતું કે જ્યારે હું પહેલી વાર શારીરિક સંબંધ બાંધીને ઘરે આવ્યો ત્યારે મેં મારા વાલીઓ સમક્ષ કહ્યુ હતું કે 'આજ મેં કર કે આયા' હાર્દિકના આ નિવેદન બદલ તેને ટીમમાંથી સાથી ક્રિકેટર કે.એલ. રાહુલ સાથે પડતો મૂકવામાં આવ્યો હતો અને ટૂંકા ગાળાના સસ્પેન્શન બાદ તેનું ટીમમાં પુનરાગમન થયું હતું.

જોકે, ન્યૂઝિલેન્ડમાં પોસ્ટર બતાવી હાર્દિકની ઠેકડી ઉડાવનાર મહિલા કોણ છે તેની માહિતી મળી નથી પરંતુ ઇન્ટરનેટ પર આ મહિલાની તસવીર ખૂબ જ શેર થઈ હતી.
First published: February 10, 2019, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading