સૌથી વધારે દિવસ ક્રિકેટ રમે છે આ ખેલાડી, કોહલી આસપાસ પણ નથી

વર્લ્ડમાં સૌથી વધારે દિવસ ક્રિકેટ રમે છે આ ખેલાડી, કોહલી આસપાસ પણ નથી

આ સર્વેને ગત વર્ષે 1 સપ્ટેમ્બરથી આ વર્ષે 30 ઓગસ્ટના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યો છે. જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડનો જોની બેરીસ્ટો 91 દિવસ ક્રિકેટ રમ્યો છે

 • Share this:
  દક્ષિણ આફ્રિકાનો ડેન વિલાસ હાલના સમયમાં સૌથી વધારે ક્રિકેટ રમનાર ખેલાડી છે. 33 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 2016માં દક્ષિણ આફ્રિકા તરફથી ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો. તે હાલ ઇંગ્લેન્ડની લંકાશાયર ટીમ તરફથી ઘરેલું ક્રિકેટ રમે છે. આ લિસ્ટમાં કોહલીનું નામ ઘણું પાછળ છે.

  વેબસાઇટ ઇએસપીએનક્રિકઇન્ફોના ક્રિકેટ મંથલીના સર્વે પ્રમાણે ડેન વિલાસ વર્ષમાં 130 દિવસ ક્રિકેટ રમે છે. જેમાં ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ એ અને ટી-20 મેચ સામેલ છે. આ સર્વેને ગત વર્ષે 1 સપ્ટેમ્બરથી આ વર્ષે 30 ઓગસ્ટના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યો છે. જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડનો જોની બેરીસ્ટો 91 દિવસ ક્રિકેટ રમ્યો છે.

  આ દરમિયાન દુનિયાના સ્ટાર ફૂટબોલર લાયોનેલ મેસ્સી અને ઇડન હજાર્ડે અનુક્રમે 62 અને 64 મેચમાં ભાગ લીધો છે. આ સિવાય ટેનિસ સ્ટાર રાફેલ નાદાલ 76 તો રોજર ફેડરરે 71 મેચમાં દમ બતાવ્યો છે.

  આ છે આશ્ચર્યચકિત કરનાર આંકડા
  ડેન વિલાસ છેલ્લા 12 મહિનામાં (1 સપ્ટેમ્બર 2017થી 31 ઓગસ્ટ 2018) 130 દિવસ ક્રિકેટ રમતા 65 મેચમાં ભાગ લીધો છે, જે એ રેકોર્ડ છે. બીજા નંબરે ઇંગ્લેન્ડનો જેમ્સ વિન્સ છે. જે 118 દિવસમાં 50 મેચ રમ્યો છે. શ્રીલંકાનો નિરોશન ડિકવેલા (114 દિવસ, 62 મેચ), દક્ષિણ આફ્રિકાનો કોલિન એકરમેન (110 દિવસ, 60 મેચ), ન્યૂઝીલેન્ડનો જીતેન પટેલ (110 દિવસ, 56 મેચ) અને ઇંગ્લેન્ડનો સુકાની જો રુટ (110 દિવસ, 49 મેચ) અન્ય વ્યસ્ત ખેલાડી છે.

  આમ છતા નથી તુટ્યો રેકોર્ડ
  વર્ષમાં સૌથી વધારે રમવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડેવિડ હસીના નામે છે. જે 2006-07માં ઘરેલું ક્રિકેટમાં 137 દિવસ ક્રિકેટ રમ્યો હતો. જ્યારે માર્ટિન વેન જાર્સવેલ્ડ અને જસ્ટિન લેંગર 130 દિવસ સાથે બીજા નંબરે છે. તે સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇંગ્લેન્ડના પોલ કોલિંગવુડે 91 દિવસ ક્રિકેટ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હાલ જોની બેરિસ્ટોએ તેની બરાબરી કરી લીધી છે.
  Published by:Ashish Goyal
  First published: