જ્હોનિસબર્ગમાં ટીમ ઈન્ડિયાના 187 રન સામે આફ્રિકાની ખરાબ શરૂઆત

News18 Gujarati
Updated: January 24, 2018, 10:12 PM IST
જ્હોનિસબર્ગમાં ટીમ ઈન્ડિયાના 187 રન સામે આફ્રિકાની ખરાબ શરૂઆત

  • Share this:
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ જ્હોનિસબર્ગના વાંડરર્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 187 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આફ્રિકાની શરૂઆત પણ કંઈ સારી રહી નહતી.  આફ્રિકાએ દિવસના અંત સુધીમાં પોતાની એક વિકેટ ગુમાવી દીધી હતી. આફ્રિકાએ 1 વિકેટના નુકશાને 6 રન બનાવી લીધા છે. ભુવનેશ્વરે શાનદાર બેટિંગ બાદ ટીમ ઈન્ડિયાને પહેલી વિકેટ પણ અપાવી દીધી હતી.

ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાએ અર્ધશતક ફટકારી હતી. જ્યારે પાછળથી ભુવનેશ્વર કુમારે ઓપનરોને શરમાવે તેવી બેટિંગ કરતાં 30 રન ફટકારીને ટીમના લો સ્કોરને થોડે ઉંચે સુધી લઈ જવાનો મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.

પૂજારાના આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયાનો ધબડકો થઈ ગયો હતો. 143 રને ચાર વિકેટ હતી તેની જગ્યાએ પૂજારાની વિકેટ પડતાં 20 રનમાં બીજી ત્રણ વિકેટનું પણ પતન થઈ ગયું હતું.

પુજારા અર્ધશતક બનાવ્યા બાદ મોરન મોર્કલની ઓવરમાં એલબી આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ પાર્થિવ પટેલ 2, મોહમ્મદ શમી 8 , હાર્દિક પંડ્યા શૂન્ય અને  ઈશાંત પણ શૂન્ય રને પેવેલિયન ભેગા થઈ ગયા હતા.

અજિંક્ય રહાણને રૂપમાં ભારતને ચોથો મોટો ફટકો લાગ્યો હતો. રહાણે માત્ર 09 રન બનાવીને મોરન મોર્કલની ઓવરમાં લેગબીફોર આઉટ થયો હતો.

વિરાટ કોહલીના રૂપમાં ભારતને ત્રીજો સૌથી મોટો ફટકો લાગ્યો હતો. સસ્તામાં બે વિકેટ પડી ગયા બાદ વિરાટ કોહલી અને પૂજારાએ બાજી સંભાળી હતી. વિરાટ કોહલી અર્ધશતક (54) બનાવીને સસ્તમાં લૂંગની ઓવરમાં ડિવિલિયર્સના હાથમાં કેચ આપી બેઠો હતો.ભારતના ઓપનર સતત ત્રીજી ટેસ્ટમાં પણ નિષ્ફળ ગયા છે. મુરલી વિજય 08 અને લોકેશ રાહુલ શૂન્ય રને આઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયા એકવાર ફરીથી પ્રેશરમાં આવી ગઈ હતી. મુરલીને રબાડા અને લોકેશને ફિલિન્ડરે આઉટ કર્યા હતા.

રહાણે અને ભૂવીની વાપસી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને સાઉથ આફ્રિકાની ટીમને બોલિંગ આપી હતી. ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર કર્યા છે. રોહિત શર્માની જગ્યાએ અજિંક્ય રહાણે અને રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ ભુવનેશ્વર કુમારને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સાઉથ આફ્રિકાની ટીમમાં કેશવ મહારાજની જગ્યાએ એડિલે ફેહલુકવાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત: મુરલી વિજય, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, પાર્થિવ પટેલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, ભુવનેશ્ર્વર કુમાર, મોહમ્મદ શામી, ઈશાંત શર્મા, જસપ્રિત બૂમરાહ.

દક્ષિણ આફ્રિકા: ડીન એડગર, એડન મર્કરામ, હાશિમ અમલા, એબી દ વિલિયર્સ, ફાફ ડૂ પ્લેસિસ,(સુકાની), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એન્ડિલે, મોર્ને મોર્કેલ, વેર્નોન ફિલેન્ડર, કાગિસો રબાડા, લૂંગી નગીડિ
First published: January 24, 2018, 4:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading