3rd Test: આફ્રિકાની એક વિકેટનું પતન, મેચ રોમાંચક તબક્કામાં

News18 Gujarati
Updated: January 26, 2018, 9:13 PM IST
3rd Test: આફ્રિકાની એક વિકેટનું પતન, મેચ રોમાંચક તબક્કામાં

  • Share this:
સાઉથ આફ્રિકાને બીજી ઈનિંગની શરૂઆતમાં જ શમીએ ઝટકો આપ્યો હતો. સાઉથ આફ્રિકાએ ત્રીજા દિવસે રમતના અંત સુધીમાં 1 વિકેટના નુકશાને 17 રન બનાવી લીધા છે.  ડેન એલગર 11 અને હાશિમ અમલા 02 રને બનાવીને અણનમ રહ્યાં હતા.

સાઉથ આફ્રિકાને મેચ જીતવા માટે હવે 224 રનની જરૂરત છે, જ્યારે ટીમ ઈન્ડિયાને 10 વિકેટની જરૂરત છે.

ભારતે પોતાની પહેલી ઈનિંગમાં 187 રન બનાવ્યા હતા, તેના જવાબમાં આફ્રિકા પણ 194 રન બનાવીને ખખડી ગયું હતું. ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 247 રન બનાવ્યા હતા. જેમાં વિરાટે 41 અને રહાણેએ 48 રન ફટકાર્યા હતા. તે ઉપરાંત ભુવીએ 33 અને શમીએ 27 રન ફટકાર્યા હતા.

ટીમ ઈન્ડિયાને ઓલઆઉટ કરીને પેવેલિયનમાં રમવા ઉતરેલ આફ્રિકાને શમીએ બીજી જ ઓવરમાં એક ફટકો આપી દીધો હતો. શમીએ માર્કરમને બીજી જ ઓવરમાં  04 રને વિકેટ કિપરના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયન મોકલી દીધો હતો. આમ ટીમ ઈન્ડિયા માટે સારી શરૂઆત થઈ હતી.

હવે ચોથા દિવસે ટીમ ઈન્ડિયા પોતાનું સન્માન બચાવવા માટે મેચ જીતવાની પૂરેપૂરી કોશિશ કરશે. ભુવી-બૂમરાહ પર બધાની નજર રહેશે.

ભુવનેશ્વર કુમારે શાનદાર બેટિંગ કરતાં 33 રનની ઈનિંગ રમી હતી. ભુવી 33 રન બનાવીને મોરન મોર્કલની ઓવરમાં વિકેટ કિપરને કેચ આપી બેઠો હતો.રહાણેની જગ્યાએ બેટિંગ કરવા માટે ઉતરેલા મોહમ્મદ શમીએ આવતાની સાથે જ આક્રમક બેટિંગ કરી હતી. જ્હોનિસબર્ગની ફાસ્ટ પિચ પર જ્યાં દિગ્ગજો ફેલ થઈ જતાં હોય છે, તેવી પિચ પર શમીએ 28 બોલમાં 27 રન ફટકારી દીધા હતા. જ્યારે ભુવનેશ્વર કુમાર તેમના કરતાં પણ શાનદાર બેટિંગ કરતાં 32 રન બનાવીને રમતમાં છે. તમને જણાવી દઈએ કે, ભુવીએ પહેલી ઈનિંગમાં પણ 30 રન ફટકારીને ટીમને સન્માનજનક સ્કોર અપાવ્યો હતો.

અજિંક્ય રહાણે બે રન માટે પોતાની અર્ધશતક ચૂકી ગયો હતો.  મોરન મોર્કલની ઓવરમાં રહાણે 48 રન બનાવીને કેચ આઉટ થઈ ગયો હતો.

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા રબાડાના શિકાર બની ગયા હતા. વિરાટ કોહલી 41 અને હાર્દિક પંડ્યા ચાર રન બનાવીને આઉટ થયા હતા.

ભારતના બધા જ દિગ્ગજો સસ્તામાં પેવેલિયન ભેગા થઈ ગયા છે. જેમાં પાર્થિવ પટેલ અને લોકેશ રાહુલ 16-16 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. જ્યારે મુરલી વિજય 25 રન બનાવીને પેવેલિયન ફર્યો હતો. આ વખતે ભારતની દિવાર મનાતો ચેતેશ્વર પૂજારા માત્ર એક રનમાં આઉટ થઈ જતાં ભારતને મોટો ફટકો લાગ્યો હતો. હવે વિરાટ કોહલી, રહાણે અને હાર્દિક પંડ્યા પર બધાની નજરો ગડાયેલી છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ જ્હોનિસબર્ગના વાંડર્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી ઈનિંગમાં 187 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે બાદ ભારતીય બોલર્સે સાઉથ આફ્રિકાને 194 રનમાં ઓલઆઉટ કરી દીધા હતા
First published: January 26, 2018, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading