ભારતીય બોલર્સનો વળતો પ્રહાર, સાઉથ આફ્રિકા 194 રનમાં ઓલઆઉટ

News18 Gujarati
Updated: January 25, 2018, 9:09 PM IST
ભારતીય બોલર્સનો વળતો પ્રહાર, સાઉથ આફ્રિકા 194 રનમાં ઓલઆઉટ

  • Share this:
સાઉથ આફ્રિકાને પહેલી ઈનિંગમાં 194 રને ઓલઆઉટ કરીને ટીમ ઈન્ડિયાએ બીજા દિવસના અંત સુધીમાં 49 રન બનાવી લીધા છે. જોકે, તે દરમિયાન ભારતને પણ એક ફટકો લાગ્યો હતો. નાઈટ વોચમેનના રૂપમાં આવેલ પાર્થિવ પટેલ 16 રન બનાવીને ફિલિન્ડરની ઓવરમાં આઉટ થયો હતો. લોકેશ રાહુલ 16 અને મુરલી વિજય 13 રન બનાવીને અણનમ છે.

ભારત અને આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ જ્હોનિસબર્ગના વાંડરર્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 187 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.  તેના જવાબમાં સાઉથ આફ્રિકાએ પોતાની પહેલી ઈનિંગમાં 194 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે.  આફ્રિકા તરફથી એકમાત્ર હાશિમ અમલાએ અર્ધશતક ફટકારી હતી.

ભારત તરફથી બૂમરાહે પાંચ વિકેટ ઝડપી હતી, જ્યારે ભુવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી હતી. તે ઉપરાંત શમી-ઈશાંતના ભાગે એક-એક વિકેટ આવી હતી.

ભુવી, બૂમરાહ બાદ શમીએ પણ ટીમ ઈન્ડિયાને ખરા ટાઈમે એક વિકેટ અપાવી છે. શમીએ ફાસ્ટ રમી રહેલા ફિલિન્ડરને 35 રને બૂમરાહના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ફિલિન્ડરે 55 બોલમાં 35 રન ફટકારી દીધા હતા, જે જ્હોનિસબર્ગ જેવી પિચ પર મોટી વાત ગણાય.

બૂમરાહે ટી બ્રેક બાદ ટીમ ઈન્ડિયાને સૌથી મોટી સફળતા અપાવતા રન મશીન હાશિમ અમલાને હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હાશિમ અમલા 60 રન બનાવીને આઉટ થયો હતો.

આફ્રિકાએ ટી બ્રેક સુધીમાં 6 વિકેટના નુકશાને 143 રન બનાવી લીધા છે. આ દરમિયાન હાશિમ અમલા 54 અને ફિલિન્ડર 13 રને રમતમાં છે.હાશિમ અમલાએ ટીમ ઈન્ડિયાના બોલર્સને ટક્કર આપતા 98 બોલમાં પોતાની અર્ધશતક બનાવી દીધી હતી.  આ સાથે જ અમલાએ પોતાની 37મી ફિફ્ટી ફટકારી હતી.

બૂમરાહે એકવાર ફરીથી ટીમને વધુ એક વિકેટ અપાવતા ડિ કોકને 08 રને વિકેટકિપર પાર્થિવ પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ડિકોક પણ ડિ પ્લેસિસની જેમ 08 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય બોલર્સે ટીમને મેચમાં વાપસી કરાવી છે.

બૂમરાહે પોતાની પહેલી અને ટીમને પાંચમી સફળતા અપાવી હતી. બૂમરાહે ફાફ ડૂ પ્લેસિસને 08 રને ક્લિન બોલ્ડ કરીને ભારતને મહત્વપૂર્ણ વિકેટ અપાવી દીધી હતી. આ સાથે જ આફ્રિકાએ પોતાની પાંચમી વિકેટ ગુમાવી દીધી હતી.

ભુવીની ધારદાર બોલિંગ સામે આફ્રિકન બેટ્સમેનો પણ રમતા અકળાઈ રહ્યાં છે. ભુવીએ એકવાર ફરીથી પોતાને સાબિત કરતાં ટીમ ઈન્ડિયાને શરૂઆતથી જ વિકેટ અપાવાનું શરૂ કર્યું હતું. ભુવીએ એબી ડિ વિલિયર્સને ક્લિન બોલ્ડ કરીને ચોથી સફળતા અપાવી હતી. એબી પાંચ રને પેવેલિયન ફર્યો હતો.

ટીમ ઈન્ડિયા તરફથી આફ્રિકાને પહેલો ફટકો ભુવનેશ્વરે એડેન માર્કરમને આઉટ કરીને આપ્યો હતો. ભુવીએ એડમ માર્કરમન પહેલા દિવસના અંત સુધીમાં ત્રીજી ઓવરમાં વિકેટકિપરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યાર બાદ ભુવીએ ડીન એલ્ગરને (04) 16 રનના ટોટલ સ્કોરે વિકેટ કિપર પાર્થિવ પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. નાઈટ વોચમેનના રૂપમાં આવેલા બેટ્સમેન કેગિસો રબાડા (30)ને ઈશાંત શર્માએ અજિંક્ય રહાણેના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયન મોકલી દીધો હતો.

પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 187 રને ઓલ આઉટ

ભારતે પહેલી ઈનિંગમાં માત્ર 187 રન બનાવ્યા. ભારતીય ટીમ તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધારે 54 રન બનાવ્યા જ્યારે પુજારાએ 50 અને ભુવનેશ્વર કુમારે 30 રનોની ઈનિંગ રમી હતી. આફ્રિકન બોલરો સામે માત્ર ત્રણ ભારતીય બેટ્સમેનો જ બે આકંડાનો સ્કોર બનાવી શક્ય હતા.

ભારતે કુલ 13 રનના સ્કોર પર જ પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે વિરાટ કોહલીએ પોતાની સ્વભાવિક રમત દર્શાવીને પુજારા સાથે મળી ત્રીજી વિકેટ માટે 84 રનોની પાર્ટનરશીપ કરીને ટીમને સંભાળી હતી. સાઉથ આફ્રિકા તરફથી કેગિસો રબાડાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. મોર્ને મોર્કલ, વર્નોન ફિલેન્ડર, લુંગી નગીદીને બે-બે સફળતાઓ મળી હતી. જ્યારે ફેહલુકવાયોને એક વિકેટ મળી હતી.
First published: January 25, 2018, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading