LIVE NOW

IND Vs SA : ભારતે 26 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, આફ્રિકાને 124 રને હરાવ્યું

gujarati.news18.com | February 7, 2018, 11:54 PM IST
facebook Twitter Linkedin
Last Updated February 7, 2018
auto-refresh

Highlights

11:54 pm (IST)

ખુશી મનાવતી ટીમ ઈન્ડિયા

11:47 pm (IST)

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી વનડે ટીમ ઈન્ડિયાએ 124 રને જીતી લીધી છે. ભારતે પહેલા બેટિંગ કરતાં 303 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ 160 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે શિખર ધવને 76 રનની આક્રમક ઈનિંગ રમી હતી. 304 રનનો પીછો કરવા ઉતરેલ આફ્રિકન ટીમ માત્ર 179 રન બનાવીને જ તંબુ ભેગી થઈ ગઈ હતી. આફ્રિકા તરફથી જેપી ડ્યુમિનીએ 51 રનની ઈનિંગ રમી હતી. 

ભારતીય સ્પિન બોલર્સ સામે આફ્રિકન બેટ્સમેનો નિસાહ નજરે પડ્યા હતા. તેમાંય ખાસ કરીને કૂલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર  ચહલની જોડી આગળ આખી ટીમ નત: મસ્તક થઈ ગઈ હતી. યૂઝવેન્દ્ર ચહલે 9 ઓવરમાં 46 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે કૂલદીપ યાદવે 9 ઓવરમાં એક મેડન સાથે માત્ર 23 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તે ઉપરાંત જસપ્રિત બૂમરાહ બે વિકેટ પોતાના નામે કરવા માટે સફળ રહ્યો હતો. આમ આફ્રિન ટીમ 40 ઓવરમાં 179 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.  આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 6 મેચોની સિરીઝમાં 3-0થી લીડ મેળવી લીધી છે. 

આફ્રિકા અને ઈન્ડિયાની ચોથી મેચ 10 ફેબ્રુઆરીએ જ્હોનિસબર્ગમાં થશે. ટીમ ઈન્ડિયાની નજર ચોથી મેચ જીતીને સિરીઝ પર કબ્જો કરવા પર રહેશે.

Load More

રોહિત શર્માના રૂપમાં ટીમ ઈન્ડિયાને પહેલો ફટકો લાગ્યો હતો. રોહિત શર્મા શૂન્ય રને રબાડાનો શિકાર બન્યો હતો.

સતત બે મેચોમાં જીતથી આત્મવિશ્વાસથી ભરેલી ટીમ ઈન્ડિયા આજે કેપટાઉનમાં મેજબાન દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. જો આજે ટીમ ઈન્ડિયા મેચ જીતી જાય છે તો 6 મેચોની સિરીઝમાં 3-0થી અજય લીડ મેળવી લેશે.

ભારતે ડરબન અને સેન્ચ્યુરીયનમાં રમાયેલી વનડેમાં 6 અને 9 વિકેટથી સરળતાથી મેચ જીતી મેળવી હતી. દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમ ક્યારેય પણ બેથી વધારે મેચો જીત્યું નથી. મહેમાન ટીમે 1992-90માં સાત મેચોની સિરીઝ 2-5થી ગુમાવી હતી, જ્યારે 2010-11માં ભારત 2-1ની લીડ બનાવ્યા બાદ પાંચ મેચોની સિરીઝ 2-3થી હારી ગયું હતું.

દક્ષિણ આફ્રિકાના ખરાબ પ્રદર્શન પાછળ ઈજાઓ પણ ખુબ જ મોટી ભૂમિકા ભજવી રહી છે. એબી ડિવિલિયર્સ પહેલી ત્રણ વનડે મેચ પહેલા જ બહાર થઈ ગયો હતો. જ્યારે ફાફ ડૂ પ્લેસી બીજી વનડે પહેલા જ આંગળીઓમાં ઈજા થવાથી બહાર થઈ ગયો હતો.
corona virus btn
corona virus btn
Loading