Home /News /sport /

INDvsSA 2nd Test: બે ગુજ્જુઓ પર બધો જ દારોમદાર, ટીમ ઈન્ડિયા-35/3

INDvsSA 2nd Test: બે ગુજ્જુઓ પર બધો જ દારોમદાર, ટીમ ઈન્ડિયા-35/3

    સેન્ચુરિયન ટેસ્ટના ચોથા દિવસે 287 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખુબ જ ખરાબ થઈ હતી. ચોથા દિવસની રમત પૂર્ણ થઈ ત્યાં સુધી ભારતે પોતાની 3 મહત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માત્ર 35 રન જ બનાવી શકી હતી. આમ ભારત ટાર્ગેટથી હજુ 252 રન દૂર છે. દિવસના અંતે ચેતેશ્વર પૂજારા 11 રન અને પાર્થિવ પટેલ 5 રન બનાવીને ક્રિઝ પર છે. ભારત તરફથી ઓપનિંગ કરવા ઉતરેલ લોકેશ રાહુલ (04) અને મુરલી વિજય (09) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. તે પછી વિરાટ કોહલીના રૂપમાં ભારતને ત્રીજો સૌથી મોટો ફટકો લાગ્યો હતો. વિરાટ માત્ર પાંચ રન બનાવીને લુંગીગીડિની ઓવરમાં એલબી આઉટ થયો હતો.

    287 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને કગિસો રબાડાએ મુરલી વિજય(09)ના રૂપમાં પ્રથમ ઝટકો આપતા ક્લિન બોલ્ડ કરી દીધો હતો. ત્યારબાદ લુંગીગિડીએ ભારતની મુશ્કેલીઓ વધારતા કેએલ રાહુલ (4)ને પોઈન્ટ પર કેચઆઉટ કરાવ્યો હતો.

    ટીમ ઈન્ડિાએ બે વિકેટ ગુમાવ્યા બાદ પ્રથમ ઈનિંગમાં 153 રનની શાનદાર ઈનિંગ રમનાર કેપ્ટન વિરાટ કોહલી પર બધાની નજર હતી, પરંતુ લુંગીગિડીએ તેને લેગબી ફોર કરાવીને ટોપ ઓર્ડરને વેરવિખેર કરી નાંખ્યો હતો. કોહલી માત્ર 5 રન બનાવી શક્યો હતો.

    અગાઉ ગઈકાલના બે વિકેટે 90 રનથી આગળ રમવાનું શરૂ કરતા સાઉથ આફ્રિકાની ટીમ 258 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકા તરફથી એબી ડી વિલિયર્સે 80 તથા ડીન એલ્ગરે 61 રન બનાવ્યા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પણ 48 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ ચાર જ્યારે જસપ્રીત બુમરાહે ત્રણ અને ઈશાંત શર્માએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને પણ એક વિકેટ મેળવી હતી.

    ભારતને આ મેચ જીતવા માટે એક નવો રેકોર્ડ બનાવવો પડશે. સુપર સ્પોર્ટ્સ પાર્ક સ્ટેડિયમમાં ચોથી ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે છે. વર્ષ 2000માં ઈંગ્લેન્ડે અહીં 251 રન બનાવી સાઉથ આફ્રિકા સામે જીત મેળવી હતી.

    ભારત અત્યારે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝમાં 0-1થી પાછળ ચાલી રહ્યું છે અને જો આ મેચ હારશે તો સાઉથ આફ્રિકા સિરીઝ પોતાના નામે કરી નાંખશે. શ્રેણીને જીવંત રાખવા માટે ભારતે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. તેવામાં ચેતેશ્વર પૂજારા અને પાર્થિવ પટેલના માથે બધી જ જવાબદારીઓ આવી પડી છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Cheteshwar pujara, Parthiv patel, Team india, Virat kohali

    આગામી સમાચાર