ભારત વિરૂદ્ધ સાઉથ આફ્રિકાની વનડે ટીમની જાહેરાત, લુંગીને મળી તક

News18 Gujarati
Updated: January 25, 2018, 5:52 PM IST
ભારત વિરૂદ્ધ સાઉથ આફ્રિકાની વનડે ટીમની જાહેરાત, લુંગીને મળી તક

  • Share this:
યુવા ફાસ્ટ બોલર લુંગી નગીદીના સારા પ્રદર્શનનું ઈનામ મળી ગયું છે. ભારત વિરૂદ્ધ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ 6 મેચોની વનડે સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાએ લુંગીને પોતાની ટીમમાં જગ્યા આપી છે. જોકે, હાલમાં  દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ત્રણ વનડે માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. જેમાં લુંગી નગીદી અને તબરેજ શમ્સીનો સમાવેશ કર્યો છે.

21 વર્ષના ફાસ્ટ બોલર લુંગી નગીદીએ સેન્ચ્યુરીયનમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને સાત વિકેટ લઈને મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

ફાસ્ટ બોલર મોર્કલ અને સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ પણ 15 સભ્યોની ટીમમાં સામેલ છે. બંને બાંગ્લાદેશ સામેની વનડે સિરીઝ દરમિયાન ઈજા થવાથી બહાર હતા. દક્ષિણ આફ્રિકાએ ઈમરાન તાહિર અને ચાઈનામેન તબરેજ શમ્સીના રૂપમાં બે સ્પિનરોને પણ સામેલ કર્યા છે.

સાઉથ આફ્રિકાની ટીમ આ રીતે છે

ફાફ ડૂ પ્લેસિસ (કેપ્ટન), હાશિમ અમલા, ક્વિંટન ડિ કોક, એબી ડિવિલિયર્સ, જેપી ડ્યુમિની, ઈમરાન તાહિર, એડેન માર્કરમ, એડેન મિલર, મોર્ન મોર્કલ, ક્રિસ મોરિસ, લુંગી નગીદી, એડિલે ફેલુકવાયો, કેગિસો રબાડા, તબરેજ શમ્સી, કે જોડો

 
First published: January 25, 2018, 5:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading